અમદાવાદ : IPL 2022ની સિઝનમાં (IPL-2022)ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. પોતાના હોમગ્રાઉન્ડમાં ડેબ્યૂ સિઝનમાં જ ગુજરાતની ટીમે શાનદાર રમત બતાવી છે. આ જીતની ઉજવણી ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદના પ્રશંસકો વચ્ચે કરશે. ગુજરાત ટાઇટન્સ ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ભવ્ય રોડ શો (Gujarat Titans Road Show)યોજાશે. ગુજરાત ટાઈટન્સના બધા સભ્યો જોડાશે. ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી આ રોડ શો યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે.
હાર્દિકે પાંચમી વખત ટાઇટલ જીત્યું
હાર્દિક પંડ્યાએ 5મી વખત IPLનું ટાઇટલ જીત્યું છે. અગાઉ તે 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ માટે ચેમ્પિયન બન્યો હતો. સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલામાં તે રોહિત શર્માથી પાછળ છે. તેણે 6 ટાઇટલ જીત્યા છે. કિરોન પોલાર્ડ અને અંબાતી રાયડુ પણ 5-5 આઈપીએલ ટાઈટલ જીતી ચૂક્યા છે. બીજી તરફ વિરાટ કોહલી અત્યાર સુધી આઈપીએલ ટાઈટલ જીતી શક્યો નથી. કોહલી 2008થી આઈપીએલ રમી રહ્યો છે.
હાર્દિક પંડ્યાને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ પરથી તેના પ્રદર્શન વિશે અંદાજ લગાવી શકાય છે. તેણે ટૂર્નામેન્ટમાં ટીમ માટે સૌથી વધુ 487 રન બનાવ્યા હતા. તેણે 44ની એવરેજ અને 4 અડધી સદી ફટકારી છે.
આઈપીએલ-2022માં કયા ખેલાડીને કયો એવોર્ડ મળ્યો
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન - ઉમરાન મલિક (10 લાખ રૂપિયા મળ્યા)
મોસ્ટ સિક્સેસ ઓફ ધ સિઝન - જોસ બટલર (10 લાખ)
સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન - દિનેશ કાર્તિક - (10 લાખ, ટાટા પંચ)
ગેમ ચેન્જર એવોર્ડ - જોસ બટલર (10 લાખ)
ફેયર પ્લે એવોર્ડ - ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ
પાવર પ્લેયર ઓફ ધ સિઝન - જોસ બટલર (10 લાખ)
ફાસ્ટેટ બોલ ઓફ ધ સિઝન - લોકી ફર્ગ્યુશન (157.3KPH)
મોસ્ટ 4 ઓફ ધ સિઝન - જોસ બટલર (10 લાખ)
પર્પલ કેપ - યુજવેન્દ્ર ચહલ (27 વિકેટ, 10 લાખ)
ઓરેન્જ કેપ - જોશ બટલર (863 રન, 10 લાખ)
કેચ ઓફ ધ સિઝન - એવિન લુઇસ (10 લાખ)
મોસ્ટ વેલ્યૂએબ પ્લેયર ઓફ ધ સિઝન - જોશ બટલર (10 લાખ)
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર