Home /News /sport /IPL 2023: એમ જ નથી થયું ભાઈ! બહુ મહેનત કરી છે, Hardik Pandya એ પ્રથમ મેચ પપ્પાને યાદ કર્યા, જુઓ VIDEO

IPL 2023: એમ જ નથી થયું ભાઈ! બહુ મહેનત કરી છે, Hardik Pandya એ પ્રથમ મેચ પપ્પાને યાદ કર્યા, જુઓ VIDEO

hardik pandya ipl 2023

GT VS CSK: મેચ અગાઉ ગુજરાત ટાઈટન્સની ટીમે ટ્વિટર સહિત સોશ્યલ  મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા તેની સંઘર્ષની કહાની જણાવી રહ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
આજે અમદાવાદમાં IPL 2023 (Indian Premier League)ની ઓપનિંગ મેચ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને 4 વખત જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. ચાહકોની ઇંતેજારી વચ્ચે આ મેચ અમદાવાદ (Ahmedabad IPL)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાવાની છે. આ મેચ અગાઉ ગુજરાત ટાઈટન્સની ટીમે ટ્વિટર સહિત સોશ્યલ  મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યા તેની સંઘર્ષની કહાની જણાવી રહ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની ટીમને તેની પહેલી જ સિઝનમાં વિજેતા બનાવવામાં સફળ રહ્યો હતો અને ગુજરાતી ક્રિકેટ ફેંસને પણ તેના માટે સન્માનની લાગણી હોય એ સ્વાભાવિક છે.

આજની મેચ સિઝનની પહેલી મેચ હોવાની સાથે ગુરુ અને શિષ્યની મેચ છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઘણી વખત કહી ચૂક્યો છે કે તે એમએસ ધોની (MS Dhoni)નો મોટો ફેન છે અને તે ધોની પાસેથી ઘણું શીખ્યો છે માટે આજની મેચ બન્ને ટીમો વચ્ચે રોમાંચક રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.  CSKએ રેકોર્ડ 4 વખત ખિતાબ જીત્યો છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે આ ટીમનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ગત સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ 9મા નંબરે રહી હતી. અને ગુજરાત સામેની બંને મેચોમાં ચેન્નઈનો પરાજય થયો હતો.

ગુજરાત ટાઈટન્સનો વિડીયો 

હાર્દિક પંડ્યા આ વિડીયોમાં કહે છે કે જ્યારે સ્કૂલે ક્લાસમાં સૂઈ જતો હતો ત્યારે ટીચર મારા પપ્પાને ફરિયાદ કરતાં હતા કે હાર્દિક સૂઈ રહ્યો છે. એ સમયે હાર્દિકના પપ્પા કહેતા હતા કે તે સૂઈ નથી રહ્યો તે સપના જોઈ રહ્યો છે. હાર્દિકે કહ્યું હતું કે મે જેટલા સપના જોયા એ ધીમે ધીમે એક એક કરીને પૂરા થઈ ગયા છે.





હાર્દિકે ગુજરાતીમાં કહ્યું હતું કે એવી રીતે જ નથી થયું ભાઈ બહુ મહેનત લાગી છે. હાર્દિકે પોતાના ફેન્સ સપોર્ટ સ્ટાફ, ક્રિકેટ એક્સપર્ટ્સ, ખેલાડીઓ અને ગુજરાતી ક્રિકેટ લવર્સનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે એકસલન્સ મેળવવા માટે અમે ફરીથી મહેનત કરીશું અને ફરીથી આ સિઝનમાં પણ એક નવું સપનું લઈને ગુજરાત ટાઈટન્સના હોમ અમદાવાદમાં ટોસ માટે હું જઈશ.

આ સાથે આ વિડીયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે કારણ કે આ વિડીયોમાં ગુજરાતની ટીમનો જુસ્સો પણ દેખાઈ રહ્યો છે અને આવવા દે નું એનથમ સોંગ પણ વાગે છે.

આ પણ વાંચો: CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

મહત્વનું છે કે, IPLની શરુઆત જે મેદાન પરથી થઈ રહી છે તે ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી મેચ અને પાછલા વર્ષના IPL ચેમ્પિયન હોવાના કારણે હાર્દિકનું પલડું ધોની સામે ભારે રહેવાની સંભાવનાઓ વધુ છે. જોકે, ધોનીની ટીમ પણ આ વખતે ગજબની તાકાત સાથે મેદાનમાં ઉતરશે, ટીમમાં જાડેજા સહિતના ખેલાડીઓ ફુલ ફોર્મમાં છે.

આ તરફ ગુજરાત ટાઈટન્સમાં હાર્દિક પંડ્યાનું કદ વધ્યું છે અને શુબમન ગિલ, રાશિદ ખાન સહિતના ખેલાડીઓએ તાજેતરમાં જ કમાલ કરી છે. માટે ટીમને ત્રણ ગણી મજબૂત માનવામાં આવી રહી છે.
First published:

Tags: Cricket New in Gujarati, Gujarat titans, Hardik, IPL 2023

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો