Home /News /sport /IPL 2023: ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે ઇલેક્ટ્રીક સ્કૂટર જીતવાની શાનદાર તક, નાનકડું કામ કરી દો

IPL 2023: ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે ઇલેક્ટ્રીક સ્કૂટર જીતવાની શાનદાર તક, નાનકડું કામ કરી દો

hardik pandya gujarat titans ipl 2023

CSK VS GT IPL 2023: ગુજરાત ટાઈટન્સની ટીમે ટ્વિટર પર એક પોસ્ટ કરી છે જેમાં ચાહકોને ઇલેક્ટ્રીક સ્કૂટર જીતવાની તક આપવામાં આવી છે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદમાં IPL 2023 (Indian Premier League)ની ઓપનિંગ મેચ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને 4 વખત જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. ચાહકોની ઇંતેજારી વચ્ચે આ મેચ અમદાવાદ (Ahmedabad IPL)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાવાની છે.IPLની શરુઆત જે મેદાન પરથી થઈ રહી છે તે ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી મેચ અને પાછલા વર્ષના IPL ચેમ્પિયન હોવાના કારણે હાર્દિકનું પલડું ધોની સામે ભારે રહેવાની સંભાવનાઓ વધુ છે.

ગુજરાત ટાઈટન્સની ટીમે ટ્વિટર પર એક પોસ્ટ કરી છે જેમાં ચાહકોને ઇલેક્ટ્રીક સ્કૂટર જીતવાની તક આપવામાં આવી છે.

ઇલેક્ટ્રીક બાઇક ઈથર જીતવા માટે તમારે આટલું કરવાનું રહેશે

1) ગુજરાત ટાઈટન્સની એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો
2) ટાઈટન્સ મેઇન રેસમાં ભાગ લો
3) રોજ લૉગ ઇન કરીને સ્ટેપ્સ વધારો
4) સૌથી વધારે સારું પરફોર્મ કરનાર બે લોકોને રેસના અંતે મળશે ઈથર બાઇક



આજની મેચ સિઝનની પહેલી મેચ હોવાની સાથે ગુરુ અને શિષ્યની મેચ છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઘણી વખત કહી ચૂક્યો છે કે તે એમએસ ધોની (MS Dhoni)નો મોટો ફેન છે અને તે ધોની પાસેથી ઘણું શીખ્યો છે માટે આજની મેચ બન્ને ટીમો વચ્ચે રોમાંચક રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.  CSKએ રેકોર્ડ 4 વખત ખિતાબ જીત્યો છે, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે આ ટીમનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ગત સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ 9મા નંબરે રહી હતી. અને ગુજરાત સામેની બંને મેચોમાં ચેન્નઈનો પરાજય થયો હતો.

આ પણ વાંચો: IPL 2023: એમ જ નથી થયું ભાઈ! બહુ મહેનત કરી છે, Hardik Pandya એ પ્રથમ મેચ પપ્પાને યાદ કર્યા, જુઓ VIDEO

જોકે, ધોનીની ટીમ પણ આ વખતે ગજબની તાકાત સાથે મેદાનમાં ઉતરશે, ટીમમાં જાડેજા સહિતના ખેલાડીઓ ફુલ ફોર્મમાં છે.

આ તરફ ગુજરાત ટાઈટન્સમાં હાર્દિક પંડ્યાનું કદ વધ્યું છે અને શુબમન ગિલ, રાશિદ ખાન સહિતના ખેલાડીઓએ તાજેતરમાં જ કમાલ કરી છે. માટે ટીમને ત્રણ ગણી મજબૂત માનવામાં આવી રહી છે.
First published:

Tags: E bike, Electric bike, Gujarat titans, IPL 2023