Home /News /sport /

ન્યૂઝીલેન્ડ હોકી ટીમમાં ગુજરાતી મૂળના 'પાંચિયા બ્રધર્સ', ભારતમાં જ વર્લ્ડ કપ જીતવાનું સપનું

ન્યૂઝીલેન્ડ હોકી ટીમમાં ગુજરાતી મૂળના 'પાંચિયા બ્રધર્સ', ભારતમાં જ વર્લ્ડ કપ જીતવાનું સપનું

અરૂણ પાંચિયા ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન, જેર્ડ પાંચિયા પણ મહત્વનો ખેલાડી. (ફાઇલ ફોટો)

પાંચિયા પરિવારના ચારેય સંતાન હોકી પ્લેયર બની કેનેડિયન ટીમમાં, પંજાબી મૂળના પાનેસર બ્રધર્સ પણ છે

    ઇન્ટરનેશનલ હોકીમાં ગુજરાતને ગૌરવ લેવા જેવી ઘટના બની છે. ભારતીય ટીમમાં કોઈ ગુજરાતીને સ્થાન નથી મળ્યું પરંતુ છે કે ન્યૂઝીલેન્ડની ટીમમાં એક નહીં બે ખેલાડીઓ એવા છે જેઓ મૂળ ગુજરાતી છે.

    ભારતમાં શરૂ થયેલા હોકી વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમને ચેમ્પિયન બનાવવાના ઈરાદા સાથે વતન આવેલા અરૂણ પાંચિયા એન જેર્ડ પાંચિયા મૂળ ગુજરાતના વતની છે. 29 વર્ષીય અરૂણ પાંચિયા તો ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન છે અને 256 મેચ રમી ચૂક્યો છે. જ્યારે જેર્ડ પણ છેલ્લા કેટલાક સમયથી ન્યૂઝીલેન્ડની ટીમનો નિયમિત સભ્ય છે.

    આ પણ વાંચો, ઓસ્ટ્રેલિયા સીરીઝ પહેલા ભારતને જોરદાર ઝટકો, પૃથ્વી શૉ કેચ કરવા દરમિયાન ઈજાગ્રસ્ત

    ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ન્યૂઝીલેન્ડની મેન્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો ત્યારે બંને પાંચિયા બ્રધર્સ ટીમમાં સામેલ હતા. અરૂણ પાંચિયાએ કહ્યું કે, જ્યારે-જ્યારે અમને ન્યૂઝીલેન્ડની ટીમમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે, ત્યારે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. હાલની ટીમ ઘણી સારી છે અને અહીં રમવા આવતાં પહેલાં અમે સખત તૈયારી કરી છે. અમને આશા છે કે, ભુવનેશ્વરમાં અમે સારો દેખાવ કરીને ટીમને વિજેતા બનાવીશું.

    અરૂણ અને જેર્ડ પાંચિયાના પરદાદા 1920ના દાયકામાં ન્યૂઝીલેન્ડ ગયા હતા. જોકે, અરૂણ અને જેર્ડે અત્યાર સુધી ક્યારેય વતનની મુલાકાત લીધી નથી. અરૂણે જણાવ્યું કે, મારા પરિવારના ઘણાં સભ્યો ગુજરાતમાં રહે છે. ઉલ્લેખનીય છે કે, ઓકલેન્ડમાં વસતા પેટ અને રમીલા પાંચિયા પરિવારના ત્રણ પુત્રો જુદા-જુદા સ્તરે રાષ્ટ્રીય હોકી ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જ્યારે પરિવારના સૌથી નાની સભ્ય એવી અંજલી પણ હોકીમાં આગળ વધવા મહેનત કરી રહી છે. અરૂણે જણાવ્યું કે, અમારી માતા સ્કૂલ લેવલે હોકી રમતા અને અમને પણ રમવા માટે તેમણે જ પ્રેરણા આપી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Hockey, World cup, ગુજરાત, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन