Home /News /sport /ગુજરાતમાં જન્મેલો ક્રિકેટર 499 રને થયો રનઆઉટ! 16 કલાક મેદાન પર ઊભો રહ્યો પણ એક ભૂલ ભારે પડી

ગુજરાતમાં જન્મેલો ક્રિકેટર 499 રને થયો રનઆઉટ! 16 કલાક મેદાન પર ઊભો રહ્યો પણ એક ભૂલ ભારે પડી

ક્રિકેટ ન્યૂઝ

Hanif Mahommad: હનીફ મોહમ્મદને પાકિસ્તાન ક્રિકેટનો પ્રથમ સુપરસ્ટાર માનવામાં આવે છે. ગુજરાતમાં જન્મેલા આ જમણા હાથના બેટ્સમેને પાકિસ્તાન માટે ક્રિકેટમાં એક એવું કારનામું કર્યું હતું જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. 

     નવી દિલ્હી: જ્યારે નસીબ ખરાબ હોય છે ત્યારે ઊંટ પર બેઠેલી વ્યક્તિને પણ કૂતરો કરડી શકે છે. આ કહેવત પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર હનીફ મોહમ્મદ પર એકદમ બંધબેસે છે. હનીફ મોહમ્મદને પાકિસ્તાન ક્રિકેટનો પ્રથમ સુપરસ્ટાર માનવામાં આવે છે. ગુજરાતમાં જન્મેલા આ જમણા હાથના બેટ્સમેને પાકિસ્તાન માટે ક્રિકેટમાં એક એવું કારનામું કર્યું હતું જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. આમ છતાં હનીફ સાથે ક્રિકેટમાં આવી ઘટના બની છે, જેની કલ્પના કરીને પણ કોઈ પણ ક્રિકેટર ગભરાઈ જશે. ચાલો આજે તમને જણાવીએ કે હનીફ મોહમ્મદ સાથે ક્રિકેટની પીચ પર શું થયું?

    આજથી બરાબર 63 વર્ષ પહેલા આ દિવસે એટલે કે 11 જાન્યુઆરી, 1959ના રોજ હનીફ મોહમ્મદ 499 રન બનાવીને રનઆઉટ થયો હતો. હનીફે 1958-59 કાયદ-એ-આઝમ ટ્રોફીની સેમી ફાઇનલમાં 499 રન બનાવીને મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા હતા. બ્રેડમેનના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અણનમ 452 રન બનાવવાનો રેકોર્ડ છે. હનીફે પાકિસ્તાનની ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ કાયદ-એ-આઝમ ટ્રોફીમાં 499 રન બનાવ્યા હતા.

    હનીફ મોહમ્મદનો રેકોર્ડ બ્રાયન લારાએ તોડ્યો

    હનીફનો 499 રનનો આ રેકોર્ડ બ્રાયન લારાએ 35 વર્ષ બાદ તોડ્યો હતો. તેણે વર્કવિશર તરફથી રમતી વખતે 1994માં ડરહામ સામે અણનમ 501 રન બનાવ્યા હતા. જોકે હનીફનો 499નો સ્કોર પોતે જ એક વિશ્વ વિક્રમ હતો, પરંતુ તેની કમનસીબી 500ના આંકને સ્પર્શી ન શકવાની હતી.

    ન્યૂઝ18 ના

    હનીફ મોહમ્મદે બોલરોને ધૂળ ચાટતા કરી દીધા હતા
    1958-59 કાયદ-એ-આઝમ ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં, બહાવલપુરે કરાચી સામે પ્રથમ બેટિંગ કરતા માત્ર 185 રન બનાવ્યા હતા. આ પછી, હનીફે એવી શાનદાર ઇનિંગ રમી, જેણે એકલા હાથે વિરોધી ટીમના બોલરોને દોડાવ્યા હતા.  હનીફે મેચના પહેલા દિવસે સ્ટમ્પસ સુધીમાં અણનમ 25 રન બનાવ્યા હતા. તેણે મેચના બીજા દિવસે વધુ 230 રન ઉમેર્યા અને તે દિવસે પણ તે કુલ 255 રન બનાવીને અણનમ રહ્યો. આ પછી મેચના ત્રીજા દિવસે હનીફ શાનદાર રમી રહ્યો હતો, પરંતુ મેચમાં મોટી ભૂલ થઈ ગઈ.

    આ પણ વાંચો: UMRAN MALIK: ઉમરાન માલિક છે ભારતનો ફાસ્ટેસ્ટ બોલર! શ્રીલંકા સામેની મેચમા 156ની ઝડપે ફેંક્યો બોલ

    નસીબે સાથ ન આપ્યો
    જ્યારે ત્રીજા દિવસની રમતમાં માત્ર થોડા બોલ બાકી હતા ત્યારે હનીફે સ્કોર 498 સુધી પહોંચાડ્યો હતો. પરંતુ સ્કોરબોર્ડ અપડેટ થયું ન હતું અને ત્યાં હનીફનો સ્કોર 496 રન બતાવવામાં આવી રહ્યો હતો. તે સ્ટમ્પ પહેલા 500 રન પૂરા કરવા માંગતો હતો, પરંતુ નસીબે તેનો સાથ ન આપ્યો અને તે 499ના સ્કોર પર ખરાબ રીતે રનઆઉટ થયો. આ હેંડેડ બેટ્સમેનની બેટ્સમેનની શાનદાર ઇનિંગ્સનો અચાનક અંત આવ્યો. હનીફની યાદગાર ઇનિંગમાં 64 ચોગ્ગા સામેલ હતા.

    આ પણ વાંચો: SURYAKUMAR: સૂર્યકુમાર યાદવને વન-ડેમાં કેમ નથી રમાડતા? આ ખેલાડીના કારણે ટીમમાં નથી મળતી એન્ટ્રી, હવે એક જ ઉપાય

    હનીફ મોહમ્મદે પાકિસ્તાન માટે 55 ટેસ્ટ મેચમાં 43.98ની એવરેજથી 3,915 રન બનાવ્યા છે. તેના નામે 12 ટેસ્ટ સદી અને 15 અડધી સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં હનીફનો સર્વોચ્ચ સ્કોર 337 રન છે, જે વેસ્ટ ઈન્ડિઝ સામે 1958માં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે હનીફની ઈનિંગ્સ હજુ પણ ક્રિકેટ ઈતિહાસની સૌથી લાંબી ટેસ્ટ ઈનિંગ્સ છે. આ ઇનિંગ દરમિયાન તેણે 16 કલાક (970 મિનિટ) કરતાં વધુ સમય ક્રીઝ પર વિતાવ્યો હતો. હનીફનો 337નો સ્કોર તે સમયે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો બીજો સર્વોચ્ચ સ્કોર હતો જે આજે આઠમા નંબરે પહોંચી ગયો છે.

    " isDesktop="true" id="1318348" >

    હનીફ મોહમ્મદની આ ઈનિંગ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઈતિહાસની સૌથી લાંબો સમય ચાલેલી ઈનિંગ્સ હતી. આ પછી, 1999-2000 રણજી ટ્રોફીમાં, હિમાચલ પ્રદેશના બેટ્સમેન રાજીવ નય્યરે તેને 45 મિનિટ (16 કલાક 55 મિનિટ) વધારી હતી. આ મેચ જમ્મુ-કાશ્મીર સામે હતી. નય્યરે આ મેચમાં 271 રન બનાવ્યા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन