Home /News /sport /IPL 2023, GT Vs CSK: અમદાવાદની પીચ અને હવામાનનો રિપોર્ટ, જાણો કેટલો સ્કોર થવાનું છે અનુમાન

IPL 2023, GT Vs CSK: અમદાવાદની પીચ અને હવામાનનો રિપોર્ટ, જાણો કેટલો સ્કોર થવાનું છે અનુમાન

IPL ઓપનિંગના દિવસે અમદાવાદનું હવામાન કેવું રહેશે?

Gujarat Titans Vs Chennai Super Kings: અમદાવાદમાં IPL 2023 (Indian Premier League)ના પ્રારંભમાં ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટક્કર ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થવાની છે. પરંતુ આ પહેલા અમદાવાદનું હવામાન કેવું રહેશે અને પિચ રિપોર્ટ્સ શું કહે છે તેની વિગતો અહીં આપવામાં આવી છે. પહેલી ઈનિંગ્સ સંભવિત સ્કોરનો આંકડો પણ રજૂ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ આજે અમદાવાદથી IPL 2023 (Indian Premier League)નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઓપનિંગ સેરેમની માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં બોલિવૂડની હસ્તીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans - GT)ની ટક્કર એમએસ ધોની (MS Dhoni) ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે થવાની છે. રાજ્યમાં હવામાનમાં પશ્ચિમ વિક્ષોપના કારણે વારંવાર પલટો આવી રહ્યો છે ત્યારે આજે IPLની શરુઆત સાથે અમદાવાદનું હવામાન કેવું રહેશે અને પીચ રિપોર્ટ્સ શું કહે છે તે અંગેની માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આજનું અમદાવાદનું હવામાન શું કહે છે?


સૌથી પહેલા હવામાન પર નજર કરીએ તો રાજ્યમાં પાછલા લાંબા સમયથી પશ્ચિમી વિક્ષોભના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે પણ અમદાવાદમાં વરસાદ નોંધાયો હતો, જોકે, આજે તથા આગામી દિવસોમાં વરસાદની સંભાવના અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી. શહેર સહિત રાજ્યનું હવામાન આજે સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


આજે અમદાવાદમાં 11.1 કિલોમીટરની ઝડપે ઉત્તરપશ્ચિમી પવન ફૂંકાશે. સાંજે શહેરમાં સૂર્ય આથમવાનો સમય 6.34 વાગ્યાનો છે.

આ પણ વાંચોઃ અમદાવાદના આકાશમાં તરતી વિશાળ IPL ટ્રોફી દેખાઈ

મોટેરા સ્ટેડિયમનો પીચ રિપોર્ટ


મોટેરામાં આવેલા દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનોના પક્ષમાં રહેશે. મેચની શરુઆતમાં પીચ સપાટ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, જેમ-જેમ મેચ આગળ વધશે તેમ-તેમ પીચમાં ફેરફાર થતા જશે અને તેનાથી સ્પિનર્સને મદદ મળી શકે છે.


આ પીચ પર પહેલી ઈનિંગ્સમાં 160-170 રન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે, બોલર્સના પરફોર્મન્સ અને બેટિંગ સાઈડના ફોર્મને કારણે તેમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ આ રીતે મોબાઈલ ફોન પર જોઈ શકશો લાઈવ મેચ

GT Vs CSK @Narendra Modi Stadium


ડિફેન્ડિંગ ચેમ્પિન (GT) અને 4 વખત ચેમ્પિયન (CSK) બનેલી ટીમો વચ્ચે આ સિઝનની પહેલી ટક્કર થવાની છે. ખાસ બાબત આજની મેચમાં એ રહેશે કે હાર્દિક પંડ્યાની ટીમ પાછલી સિઝનમાં ચેમ્પિયન રહી છે અને પહેલી મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાવાની છે. CSK ટીમ આ વખતે કંઈક મોટી કરીને ધોનીને મોટી ભેટ આપવા ઈચ્છશે જ્યારે ગુજરાત ટાઈટન્સની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી ટીમ ચોક્કસ CSK પર હાવી રહેશે.
First published:

Tags: Chennai super kings, Gujarat titans, Hardik pandya latest news, IPL 2023, Ms dhoni

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો