Home /News /sport /BCCIના સપોર્ટથી ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે ફરી ICC ચેરમેન બન્યા

BCCIના સપોર્ટથી ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે ફરી ICC ચેરમેન બન્યા

ICC ચેરમેન બાર્કલે (ફાઇલ ફોટો)

ICC President: ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે સર્વ સમ્મતિથી બીજા કાર્યકાળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ચેરમેન ચૂંટવામાં આવ્યા છે. બાર્કલેનો કાર્યકાળ બે વર્ષનો હશે. ઝિમ્બાબ્વેના તાવેંગ્વા મુકુહલાનીનું નામ પરત લીધા બાદ બાર્કલેને વિરોધ વગર ચૂંટવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...

    આઇસીસી બોર્ડે બાર્કલેના પૂર્ણ સમર્થનની પૃષ્ટી કરી છે. બાર્કલેએ ફરી પોતાની નિયુક્તી પર કહ્યુ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના ફરીથી ચેરમેન ચૂંટાવુ સમ્માનની વાત છે અને હું પોતાના સાથી આઇસીસી ડિરેક્ટરોને તેમના સમર્થન માટે આભાર માનવા માંગુ છું.

    બાર્કલેને નવેમ્બર 2020માં આઇસીસીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તે આ પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચેરમેન અને 2015માં આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપના ડિરેક્ટર હતા, તેમણે નિર્વિરોધ ચૂંટાયા જેનો અર્થ એ છે કે 17 સભ્યના બોર્ડમાં તેમણે બીસીસીઆઇનું સમર્થન પણ હતુ.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन