નોઇડાના સ્ટેડિયમમાં ક્રિકેટ શીખી અફઘાનિસ્તાને 'વિરાટ સેના'ને આપી ટક્કર

News18 Gujarati
Updated: June 23, 2019, 11:22 AM IST
નોઇડાના સ્ટેડિયમમાં ક્રિકેટ શીખી અફઘાનિસ્તાને 'વિરાટ સેના'ને આપી ટક્કર
અફઘાનિસ્તાનના બોલર્સે સાબિત કરી દીધું કે તેઓ ક્રિકેટમાં નવાનિશાળીયા નથી.

ગ્રેટર નોઇડાનું શહીદ વિજયસિંહ પથિક ક્રિકેટ સ્ટેડિયમ અફઘાનિસ્તાનનું હોમ ગ્રાઉન્ડ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ક્રિકેટ વર્લ્ડ કપમાં શનિવારે સાઉથૈમ્ટનના બાઉલ સ્ટેડિયમમાં ભારત-અફઘાનિસ્તાનની વચ્ચે રોમાંચક મેચમાં ભલે ભારતે જીત નોંધાવી, પરંતુ અફઘાનિસ્તાનના બોલર્સે સાબિત કરી દીધું કે તેઓ ક્રિકેટમાં નવાનિશાળીયા નથી. ભારતને આ મેચને જીતવા માટે ઘણી મહેનત કરવી પડી. અફઘાનિસ્તાનની ટીમના સારા પ્રદર્શનનો પાયો ગ્રેટર નોઇડાના સ્ટેડિયમમાં નાખવામાં આવ્યો. આપને જાણીને આશ્ચર્ય થશે કે અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં જ આવીને પ્રેક્ટિસ કરતી રહી છે.

ગ્રેટર નોઇડાનું શહીદ વિજયસિંહ પથિક ક્રિકેટ સ્ટેડિયમ અફઘાનિસ્તાનનું હોમ ગ્રાઉન્ડ છે. ડિસેમ્બર 2015માં જ્યારે આ સ્ટેડિયમ બનીને તૈયાર થયું હતું ત્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્ટેડિયમને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવ્યું હતું. વર્ષ 2015થી 2018 સુધી અફઘાનિસ્તાનની ટીમે ગ્રેટર નોઇડાના સ્ટેડિયમમાં જ ક્રિકેટની નાનામાં નાની ખૂબીઓ શીખ્યા છે. ટી-20 અને 50 ઓવરના વર્લ્ડ કપની તૈયારી અફઘાનિસ્તાનની ટીમે આ જ સ્ટેડિયમમાં કરી છે.

આ પણ વાંચો, શમીએ હેટ્રિક લઈ ભારતને જીતાડ્યું, પણ બુમરાહ બન્યો મેન ઓફ ધ મેચ, આ છે કારણ

ઉલ્લેખનીય છે કે, ગ્રેટર નોઇડા સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને આયરલેન્ડની સાથે એક દિવસીય તથા ટી-20 મેચોમાં આંતરરાષ્ટ્રીય સીરીઝ રમી હતી. અફઘાનિસ્તાને આ મેદાન પર નામીબિયા, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશની ટીમોની સાથે મેચ રમી પોતાનું પર્ફોમન્સ સારું કર્યુ હતું. અફઘાનિસ્તાનની ટીમે આ શહેરના શાંત માહોલ અને હરિયાળી ઘણી પસંદ છે. ડિસેમ્બર 2018માં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો કરાર ખતમ થઇ ગયો પરંતુ હવે ફરી એકવાર બોર્ડ હોમ ગ્રાઉન્ડ તરીકે ગ્રેટર નોઇડાના સ્ટેડિયમમને લઈ શકે છે. ગ્રેનો ઉપરાંત દેહરાદૂન સ્ટેડિયમને પણ હોમ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો, ધોનીએ છેલ્લી ઓવર્સમાં સંભાળી લીધી હતી કેપ્ટન્સી, ભારતને અપાવી જીત

આ પણ વાંચો, કોણ હતા ચેતન શર્મા, જેમણે લીધી હતી પહેલી વર્લ્ડ કપ હેટ્રિક
First published: June 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading