Home /News /sport /10 ડિસેમ્બરનો એ દિવસ જ્યારે આખી દુનિયા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને સલામ કરવા લાગી

10 ડિસેમ્બરનો એ દિવસ જ્યારે આખી દુનિયા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને સલામ કરવા લાગી

મહાન ક્રિકેટર સચિન તેંડુલકર

Sachin Sendulkar: દર વર્ષે 10મી ડિસેમ્બરની તારીખ આપણને એક સુંદર યાદને તાજી કરાવે છે કે, જ્યારે બધા સચિન તેંડુલકર માટે ઉભા થઈ ગયા હતા. ત્યારે આખી દુનિયા સચિનના ગુણગાન કરવા લાગી હતી.

Sachin Sendulkar: 10 ડિસેમ્બરના રોજ 4 વાગીને 44 મિનિટ અને 19 સેકન્ડે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોની ઘડિયાળ આ સમયે માત્ર સચિન તેંડુલકર માટે થંભી ગઈ હતી. આ દિવસે આખા સ્ટેડિયમમાં ફક્ત સચિન સચિનનું નામ ગુંજવા લાગ્યું હતુ. આ એવી ક્ષણ હતી કે જ્યારે તમામની નજર માત્ર ટીવી પર અટકી ગઈ હતી. આ ક્ષણે દુકાનોની બહાર પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ વાત 17 વર્ષ જૂની છે, પરંતુ દર વર્ષે 10 ડિસેમ્બરની તારીખ આપણને એ સુંદર ક્ષણની યાદોને ફરી પાછી તાજી કરાવે છે.

ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર


આ એક એવી ક્ષણ હતી કે જ્યારે બધા લોકો ફક્ત સચિનની ગુણગાન કરવા લાગ્યા હતા. વાસ્તવમાં 10 ડિસેમ્બર, 2005ના રોજ સચિન તેંડુલકરે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં એક સદી ફટકારી હતી. અને આ આ સદી સમગ્ર દેશ માટે ખુબ જ ખાસ હતી. કારણ કે, આ સદી ફટકારીને સચિન સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સચિને આ સિદ્વિ ક્રિકેટના ઈતિહાસમાં શ્રીલંકા સામે મેળવી હતી.

સચિને સદી ફટકારી ગાવસ્કર પાછળ છોડી દિધો.


10 ડિસેમ્બર 2005ના રોજ સાંજે 4 વાગીને 44 મિનિટ અને 19 સેકન્ડે સચિન તેંડુલકરે ટેસ્ટ કારકિર્દીમાં 35મી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે સચિને સુનીલ ગાવસ્કરનો 22 વર્ષનો 34 ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ તોડી દીધો હતો. ગાવસ્કર 1983માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. ગાવસ્કરે તેની છેલ્લી ટેસ્ટ સદી 1986માં શ્રીલંકા સામે ફટકારી હતી.

આ પણ વાંચો: રોહિત શર્મા અને શિખર ધવનની જોડી 2023 વર્લ્ડ કપ પહેલા બહાર થઈ જશે

સદી ફટકારી અને રમત બંધ થઈ ગઈ


ઉલ્લેખનીય છે કે, તેંડુલકરે તે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 109 રન બનાવ્યા હતા. જેમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે 177 બોલમાં પોતાની સદી પૂરી કરી દીધી હતી. આ સાથે સાથે ખાસ વાત એ છે કે, તેની સદી પૂરી કરતાની સાથે જ ખરાબ પ્રકાશને કારણે રમતને બંધ કરી દેવામાં આવી હતી. તે સમયે સચિન સાથે સૌરવ ગાંગુલી બીજા છેડે ઊભો હતો.

આ પણ વાંચો: બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાનો 227 રને ભવ્ય વિજય

સચિને 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું


નોંધનીય છે કે, સચિને જ્યારે પોતાની 35માં સદી ફટકારી ત્યારે આખી ભારતીય ટીમ બહાર આવી ગઈ હતી. આ સાથે જ ભારતના મહાન ખેલાડી સચિનના નામે 51 ટેસ્ટ સદી અને 49 વનડે સદી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. તમારી જાણકારી માટે કે સચિને 1989માં પાકિસ્તાન સામેની મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સચિને 24 વર્ષની લાંબી કારકિર્દીમાં 200 ટેસ્ટમાં 15 હજાર 921 રન બનાવ્યા છે. જેમાં 51 સદી અને 68 અડધી સદી પણ સામેલ છે. આ સાથે જ તેણે 463 વનડેમાં 18 હજાર 426 રન બનાવ્યા છે, જેમાં 49 સદી અને 96 અડધી સદી સામેલ છે.
First published:

Tags: Indian Cricket, Indian cricketer, Indian cricketers, Sachin tendulkar career

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો