ભારતીય એથ્લિટ ગોવિંદન લક્ષ્મણને 18મી એશિયન ગેમ્સમાં રવિવારે પુરુષોની 10, 000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે એક લેપ દરમિયામ ટ્રેકથી બહાર જવાના કારણે તેની પાસેથી આ મેડલ છીનવી લેવામાં આવ્યો છે. તામિલનાડુના રહેવાસી ગોવિંદનો આ એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ હતો.. ગોવિંદને 29 મિનિટ અને 44.91 સેકન્ડમાં રેસ પુરી કરી ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં મેડલ જીતનાર યાદીમાં પણ તેનું નામ આવી ગયું હતું. જોકે બાદમાં આયોજકોએ ગોવિંદનની ભૂલ પકડી હતી અને તેમે અયોગ્ય જાહેર કર્યો હતો.
ગોવિંદ આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓની યાદીમાં સૌથી નીચે ચાલ્યો ગયો છે અને તેના આગળ અયોગ્ય લખવામાં આવ્યું છે. રેસમાં ચોથા સ્થાને રહેલા ચીનના ચાંગ ઝોંગઝાઓને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ઝાઓએ 30 મિનિટ 7.49 સેકન્ડમાં પુરી કરી હતી.
ભારતના અથ્લેટિક્સ ફેડરેશને લક્ષ્મણનને અયોગ્ય જાહેર કરવા સમયે ઓફિશિયલ ફરિયાદ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર