સુંદર પિચાઈ રસ્તા પર રમવા લાગ્યા ક્રિકેટ, જુઓ ગુગલી સામે ગૂગલના CEOની બેટિંગ

તસવીર- Sundar Pichai Instagram

ગૂગલના (Google) સીઈઓ સુંદર પિચાઇનો ક્રિકેટનો પ્રેમ કોઈથી છુપાયેલ નથી. તે ક્રિકેટ રમવાનો મોકો ક્યારેય ચૂકતો નથી. તાજેતરમાં તેણે રસ્તા પર ક્રિકેટ રમવાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સિલિકોન વેલીમાં કંપનીના મુખ્યાલયનો છે.

 • Share this:
  નવી દિલ્હી: ક્રિકેટની રમત દુનિયાભરમાં લોકપ્રિય છે. પરંતુ ભારતમાં આ રમતનો ક્રેઝ એક અલગ જ સ્તરનો છે. દેશમાં ભાગ્યે જ કોઈ હશે જે બાળપણમાં ક્યારેય ક્રિકેટ ન રમ્યું હોય. તેથી જ એવું કહેવામાં આવે છે કે, તમે ભારતીયને ક્રિકેટથી દૂર લઈ શકો છો. પરંતુ ક્રિકેટને ભારતીયથી છીનવી શકાય નહીં. આ વસ્તુ ગૂગલના(Google) સીઈઓ સુંદર પિચાઇ (Sundar Pichai) પર બરાબર ફિટ છે. તે સિલિકોન વેલીમાં સાત સમુદ્ર પાર બેઠો હોઈ શકે. પરંતુ તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ આજે પણ જીવંત છે. તેણે ઘણી વખત ખુલ્લેઆમ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

  અન્ય ક્રિકેટ ચાહકોની જેમ, વિશ્વની એક અગ્રણી આઇટી કંપનીના સીઈઓ ક્યારેય ક્રિકેટ રમવાનો મોકો ગુમાવતા નથી. તાજેતરમાં તે રસ્તા પર ક્રિકેટ રમ્યો હતો. તેણે તેની તસવીરો તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. પિચાઇ આ તસવીરોમાં બેટિંગ કરતા જોઇ શકાય છે. ખરેખર, પિચાઇએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યુ પછીનાં આ ચિત્રો છે. આ ઇન્ટરવ્યૂ સિલિકોન વેલીમાં કંપનીના મુખ્યાલયમાં થયો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન, પિચાઈએ બીબીસીના અમોલ રાજન સાથે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ભારતમાં બાળપણ અને અન્ય ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.






  આ પણ વાંચો: IND vs SL:શ્રીલંકાના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરની વઘી મુશ્કેલી, બોર્ડે આપ્યા તપાસના આદેશ

  આ ઇન્ટરવ્યૂ પછી બંનેએ થોડા સમય માટે ક્રિકેટ રમ્યા હતું. જો વિકેટ મળી ન હતી, તો માત્ર એક જ બોક્સને સ્ટમ્પ બનાવવામાં આવ્યો હતો. ટ્વિટર પર તેની તસવીરો શેર કરવાની સાથે, પિચાઇએ લખ્યું કે. બીબીસીના અમોલ રાજન સાથે ક્વોન્ટમ કમ્પ્યુટિંગથી સ્થિરતા સહિતના અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ. તમારી સાથે ક્રિકેટ રમવા બદલ અમોલનો આભાર. મને હંમેશાં ક્રિકેટ રમવાનો મોકો પસંદ છે. ચાહકોએ પણ પિચાઇની ક્રિકેટ રમવા માટે તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢવા બદલ પ્રશંસા કરી હતી.

  2004માં તે ગુગલમાં જોડાયો હતો

  મહત્વનું છે કે, પિચાઈનો જન્મ મદ્રાસ (હાલના ચેન્નાઈ) માં થયો હતો. અમેરિકા જતા પહેલા તેણે આઈઆઈટી ખડગપુરથી બીટેકની ડિગ્રી કરી હતી. તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મટિરીયલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ વ્હર્ટન સ્કૂલમાંથી એમબીએ કર્યો હતો. તે 2004માં ગુગલમાં આવ્યો હતો. શરૂઆતમાં, તે ગૂગલના સર્ચ બાર પર એક નાની ટીમ સાથે કામ કરતો રહ્યો. આ પછી, તેણે ગૂગલ ગૂગલ ક્રોમ, ક્રોમ ઓએસ સિવાય ઘણા ઉત્પાદનો પર કામ કર્યું. જીમેલ અને ગૂગલ મેપ્સ જેવી ઘણી અન્ય સુવિધાઓ વિકસાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
  Published by:kuldipsinh barot
  First published: