Home /News /sport /Sundar Pichai Ind Vs Pak: પાકિસ્તાની ફેન ભારતને ટ્રોલ કરી રહ્યા હતા, ગૂગલના CEO સુંદર પિચાઈએ બોલતી કરી દીધી બંધ
Sundar Pichai Ind Vs Pak: પાકિસ્તાની ફેન ભારતને ટ્રોલ કરી રહ્યા હતા, ગૂગલના CEO સુંદર પિચાઈએ બોલતી કરી દીધી બંધ
પાકિસ્તાની ફેનને લેવાના દેવા પડી ગયા
પાકિસ્તાન સામેની જીતે બધાને ખુશ કરી દીધા છે. ભારતે મેલબોર્નમાં શાનદાર જીત નોંધાવી ત્યારે સોશિયલ મીડિયા પર પણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ સેલિબ્રેશનમાં ગૂગલના CEO સુંદર પિચાઈ પણ જોડાયા હતા અને તેમણે એક પાકિસ્તાની યુઝરને ટ્રોલ કર્યા હતા.
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં, ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને સુપર-12 તબક્કામાં પોતાના મિશનની શાનદાર શરૂઆત કરી છે. મેલબોર્નમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે અજાયબી કરી બતાવી હતી. મેચ બાદ ઘણી અદભૂત પ્રતિક્રિયાઓ આવી અને બધાએ પાકિસ્તાનને જોરદાર ટ્રોલ કર્યું હતું. ખાસ વાત એ છે કે, ગૂગલના CEO સુંદર પિચાઈએ પણ ભારત-પાકિસ્તાન મેચ પર પાકિસ્તાની ફેન્સની મજાક ઉડાવી હતી.
સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છા પાઠવતા ભારત-પાકિસ્તાન મેચની છેલ્લી ત્રણ ઓવરનો ઉલ્લેખ કર્યો હતો. આ ટ્વિટના જવાબમાં એક પાકિસ્તાની પ્રશંસકે સુંદર પિચાઈને પ્રથમ ત્રણ ઓવર જોવાની સલાહ આપી હતી, જેમાં કેએલ રાહુલ-રોહિત શર્મા આઉટ થયા હતા. આ પછી સુંદર પિચાઈએ જે જવાબ આપ્યો તે આશ્ચર્યજનક હતો.
પાકિસ્તાની ફેનને લેવાના દેવા પડી ગયા
સુંદર પિચાઈએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, દિવાળીની શુભકામનાઓ, હું આશા રાખું છું કે દરેક વ્યક્તિ પોતાના પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરશે. મેં છેલ્લી ત્રણ ઓવર જોઈને આ દિવાળી ઉજવી, કેટલી શાનદાર મેચ અને પ્રદર્શન. હેપ્પી દિવાળી.
આ ટ્વિટ પર એક પાકિસ્તાની યુઝરે જવાબ આપ્યો કે, તમારે પ્રથમ ત્રણ ઓવર જોવી જોઈએ. તેના પર સુંદર પિચાઈએ લખ્યું કે, મેં તે પણ જોયું છે, ભુવનેશ્વર અને અર્શદીપ સિંહે અદ્ભુત સ્પેલ નાખ્યો હતો. પાકિસ્તાની યુઝર અહીં ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરી રહ્યા હતા, પરંતુ સુંદર પિચાઈએ પાકિસ્તાની ઈનિંગ્સની યાદ અપાવીને પોતાની ટીમને ટ્રોલ કરી હતી.
તમને જણાવી દઈએ કે, આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા, પાકિસ્તાન તરફથી શાન મસૂદ અને ઈફ્તિખાર અહેમદે ફિફ્ટી ફટકારી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલ પર જઈને આ મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ ભારત માટે ઐતિહાસિક ઇનિંગ રમી અને 82 રન બનાવ્યા, તેના સિવાય હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા અને ત્રણ વિકેટ પણ લીધી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર