Home /News /sport /T20 World Cup: ભારતીય ટીમના ચાહકો માટે સારા સમાચાર, વર્લ્ડ કપમાં બુમરાહની રમવાની આશા અકબંધ!

T20 World Cup: ભારતીય ટીમના ચાહકો માટે સારા સમાચાર, વર્લ્ડ કપમાં બુમરાહની રમવાની આશા અકબંધ!

જસપ્રિત બૂમરાહ

Jasprit Bumrah T20 World Cup: ભારતીય ક્રિકેટમ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટી20માં રમી શકશે તેવી આશા અકબંધ રહી છે. આ ટુર્નામેન્ટ બે અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઈ રહી છે.

વધુ જુઓ ...
    Jasprit Bumrah T20 World Cup: ભારતીય ક્રિકેટમ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટી20માં રમી શકશે તેવી આશા અકબંધ રહી છે. આ ટુર્નામેન્ટ બે અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઈ રહી છે.

    વાસ્તવમાં, હમણાં જ એક ખરાબ સમાચાર મળ્યા હતા કે, બુમરાહને પીઠ પર ઈજા થવાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવ્યા હતો. બુમરાહને આ વર્ષે ઘણી વખત ઈજાઓ થઈ ચુકી છે. આ પહેલા તે એશિયા કપમાંથી બહાર રહ્યો હતો. તે બાદ તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં વાપસી કરી હતી. અને હવે આફ્રિકા સિરીઝ સાથે વર્લ્ડ કપમાથી બહાર થઈ ગયા છે.

    આ પણ વાંચો: 8 કોર ઈન્ડસ્ટ્રીનો વિકાસ દર આવ્યો નીચે, ઓગસ્ટમાં ઘટીને માત્ર 3.3 ટકા રહ્યો

    આ દરેક સમાચારો બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સુત્રો પ્રમાણે એક એવા સમાચાર મળ્યા છે કે, હવે ટીમ વ્યવસ્થાપને બુમરાહને લઈ આશાઓ રાખી બેઠા છે. પરંતુ ટીમ વ્યવસ્થાપ છેલ્લા સમય સુધી રાહ જોવા માગે છે. જો આ સમય દરમિયાન બુમરાહની ઠીક થઈ જાય તો, બીસીસીઆઈ તેને વર્લ્ડ કપમાં રાખશે અને રમવાનો ચાન્ય આપશે.

    બીસીસીઆઈના અહેવાલે પ્રમાણે બીસીસીઆઈ ટીમ વ્યવસ્થાપન છેલ્લા સમય સુધી રાહ જોશે કે બુમરાહ આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે રમે. સુત્રો પ્રમાણે મેડિકલ ટીમ હાલ સતત તેમની તપાસ કરી રહી છે. આ જ કારણે બુમરાહ હાલ 5 ઓક્ટોબરે ટીમ સાથે સફર નહીં કરી શકે. પરંતુ તે પછીથી આવશે.

    તમારી જોણકારી માટે કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટી20 મેચો રમવાની છે. પહેલી મેચ ભારત જીતી ગયું છે. જ્યારે બીજી મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં અને ત્રીજી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમવામાં આવશે. આ બાદ ભારતીય ક્રિકેટ ટીમ 5 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં જશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Indian Team, Jasprit bumrah, T20 world cup, World cup, ક્રિકેટ મેચ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन