ટોક્યો. ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ઓલમ્પિક (Tokyo Olympics 2020)માં ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. ભારતીય ગોલ્ફરે સતત ત્રીજા દિવસે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું છે. અદિતિ અશોક (Golfer Aditi Ashok) એ શુક્રવારે 3 અંડર 68ના કાર્ડ રમી અને બીજા સ્થાન પર બરકરાર રહી. અંતિમ અને ચોથા રાઉન્ડનો મુકાબલો શનિવારે (7 ઓગસ્ટ) યોજાવાનો છે પરંતુ હવામાન ખરાબ જોવા મળી રહ્યું છે. હવામાન ખરાબ રહેવાની સ્થિતિમાં જો મુકાબલો નથી થતો તો ત્રીજા રાઉન્ડ સુધીના સ્કોર ગણવામાં આવશે. એવામાં અદિતિ અશોક સિલ્વર મેડલ જીતી શકે છે.
ભારતની જ દીક્ષા ડાગર ત્રીજા રાઉન્ડ બાદ 7 ઓવર 220ના સ્કોરની સથે સંયુક્ત 51મા સ્થાન પર ચાલી રહી છે. તે ત્રીજા રાઉન્ડમાં એક ઓવર 72નું કાર્ડ રમી. અમેરિકાની નેલી કોર્ડા 5 અંડર 198 સ્કોરની સાથે શિખર પર ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડની લીડિયા, ઓસ્ટ્રેલિયાની હન્ના ગ્રીન, ડેનમાર્કની ક્રિસ્ટીન પેડરસન અને જાપાનની મોને ઇનામી 10 અંડર 203ના સ્કોરની સાથે ત્રીજા સ્થાન પર છે. અદિતિએ પાંચ મોટો બર્ડી લગાવી અને બે બોગી કરી. તેણે નવમા અને અગિયારમાં હોલ પર બોગી કર્યા બાદ 15મા અને 17મા હોલ પર બર્ડી લગાવી. આ પહેલા તેણે ચોથા, છઠ્ઠા અને સાતમા હોલ ઉપર પણ બર્ડી લગાવી હતી. પહેલા સ્થાન પર ચાલી રહેલી અમેરિકાની કોર્ડા ભારતીય ગોલ્ફરથી માત્ર ત્રણ સ્ટોક જ આગળ છે.
એવામાં અદિતિની પાસે ગોલ્ડ જીતવાની પણ તક છે પરંતુ શનિવારે હવામાન પર નિર્ભર કરશે કે મુકાબલો શરૂ થઈ શકશે કે નહીં. આ માત્ર ચોથી વાર છે કે જ્યારે ઓલમ્પિકમાં ગોલ્ફની રમત રમાડવામાં આવી રહી છે. જો અદિતિ મેડલ જીતે છે તો ગોલ્ફમાં ભારતનો પહેલો મેડલ હશે. અદિતિનો અ બીજો ઓલમ્પિક છે. રિયો ઓલમ્પિકમાં તે 41મા સ્થાન પર રહી હતી. ભારત અત્યાર સુધી એથલેટિક્સ, કુશ્તી, ટેનિસ, વેટલિફ્ટિંગ, નિશાનેબાજી, બોક્સિંગ અને બેડમિન્ટનમાં મેડલ જીતી શક્યું છે.