ગોલ્ડન બોય નીરજ ચોરડાનો ડાન્સ વીડિયો વાયરલ, કેબીસી બાદ આ શોમાં કરશે ધમાલ

નીરજ ચોપરા છેલ્લે KBC ના સેટ પર જોવા મળ્યો હતા. તસવીર- @sonytvofficial/Instagram

જૈવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવી ભારતના નીરજ ચોપડા (Neeraj Chopra)ઈતિહાસ રચ્યો છે. અને ત્યાર બાદથી જ તે રાતો-રાત હિરો બની ગયો છે. હવે તેનો ડાન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: નીરજ ચોરડાએ (Neeraj Chopra)એ ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2021)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને તેમના ઐતિહાસિક પ્રદર્શનને કારણે ભારતે ઈતિહાસમાં પ્રથમવાર 7 ગોલ્ડ મેડલ જીત્યા હતા. અને ત્યાર બાદથી તે જૈવલિન થ્રોના ખેલાડી નીરજ ચોપડા દેશનો સ્ટાર બની ગયો હતો. ગત દિવસોમાં તે કેબીસી (KBC)ના સેટ પર અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યો હતો. તે વહેલી તકે એક ડાન્સ રિયાલિટી શોમાં જોવા મળશે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નીરજ ચોપરા કોરિયોગ્રાફર રાઘવ જુયાલ (Raghav Juyal) સાથે ડાન્સ શીખતો જોવા મળી રહ્યો છે. આ પછી, લોકોની ઉત્સુકતા વધી ગઈ છે કે તેઓ હવે શું કરવા જઈ રહ્યા છે. નીરજ હવે Dance Plus 6માં મહેમાન તરીકે દેખાશે. શોના જજ રેમો ડિસોઝા (Remo Dsouza)એ પણ નીરજ સાથે વીડિયો પોસ્ટ કરતી વખતે ભાવનાત્મક વાત લખી છે. તેમણે લખ્યું, 'અમને ભારતના Golden boy નીરજ ચોપડા પર ખૂબ ગર્વ છે. અમારી વચ્ચે તમને જોઈને ખુબ જ આનંદ થઈ રહ્યો છે.










    View this post on Instagram






    A post shared by Remo Dsouza (@remodsouza)






    આ પહેલા નીરજ ચોપરા કૌન બનેગા કરોડપતિમાં હોકી ખેલાડી પીઆર શ્રીજેશ સાથે જોવા મળ્યો હતો. બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ અને બંનેએ 25 લાખ રૂપિયા પણ જીત્યા હતા. તેઓ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીમાં વ્યસ્ત છે. તેમણે ભૂતકાળમાં કહ્યું હતું કે, સફળતા માટે કોઈ શોર્ટકટ નથી.






    આ પણ વાંચો: IPL 2021 Live Score, SRH vs RR: રાજસ્થાન રોયલ્સને મળ્યો ત્રીજો ઝટકો, લિવિંગસ્ટોન આઉટ

    મહત્વનું છે કે, નીરજ ચોપરાએ તેના માતાપિતાને પ્રથમ વખત હવાઈ મુસાફરી કરાવી હતી, વિમાનમાં જતી વખતે ભાવુક બની ગયેલા નીરજે તેના માતા-પિતા સાથે પોતાની તસવીર શેર કરતા હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી હતી. નીરજ ચોપરાએ ટ્વિટર પર લખ્યું કે, આજે જીવનનું એક સપનું સાકાર થયું, જ્યારે મેં મારા માતા -પિતાને પહેલી વખત ફ્લાઇટમાં બેઠેલા જોયા. દરેકની પ્રાર્થના અને આશીર્વાદ માટે હંમેશા આભારી રહીશ.
    Published by:kuldipsinh barot
    First published: