યુવરાજ સિંહે કહ્યું- રમતની મજા માણીશ ત્યાં સુધી સંન્યાસ નહીં લઉં

યુવરાજે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલ સિઝનની શરૂઆત કરી

યુવરાજસિંહની ક્રિકેટ કારકિર્દી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: યુવરાજસિંહની ક્રિકેટ કારકિર્દી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે. આ અંગે યુવરાજસિંહે કહ્યું કે, જ્યારે તેને લાગશે કે સમય આવી ગયો છે તો તે સૌથી પહેલાં સંન્યાસ લઇ લેશે. ભારતીય ટીમમાંથી લાંબા સમયથી બહાર યુવરાજ છેલ્લા કેટલાક સમયથી આઇપીએલમાં પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. પરંતુ રવિવારે તેણે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલ સિઝનની શરૂઆત કરી હતી.

  આઇપીએલની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સનો 37 રને પરાજય થયો હતો. જે બાદ યુવરાજે પોતાના સંન્યાસ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે સમય આવશે તો હું સૌથી પહેલાં સંન્યાસ લઇશ. ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ટી-20 વર્લ્ડ કપ 2007 અને 2011 વર્લ્ડ કપમાં ભારતની જીતનો હીરો રહ્યો છે.

  આ પણ વાંચો: ક્રિકેટના 'ભગવાન' પાસેથી પણ અશ્વિને ન શીખી ખેલદિલી, થયો ટ્રોલ

  યુવરાજે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા. હું એ નક્કી નહોતો કરી શકતો કે મારે શું કરવું છે. જોકે, યુવરાજે કહ્યું કે, જ્યારે મેં આત્મવિશ્લેષણ કર્યું તો ખબર પડી કે હું અત્યારે પણ રમતની મજા માણી રહ્યો છે. જેવી રીતે હું અંડર 16 ક્રિકેટર તરીકે કરતો હતો અને રાષ્ટ્રીય ટીમમાં પસંદગી વિશે વિચારતો નથી.
  Published by:Azhar Patangwala
  First published: