વિનોદ કાંબલીનો એ રેકોર્ડ જે 'ક્રિકેટના ભગવાન' પણ તોડી શક્યા નથી

સચિન તેંડુલકર- વિનોદ કાંબલીની ફાઇલ તસવીર

આજથી 26 વર્ષ પહેલાં આજના દિવસે કાંબલીએ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યં હતું. 21 વર્ષ 32 દિવસની ઉંમરે કાંબલીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ મુંબઈમાં રમાયેલી મેચમાં 224 રનની ઇનિંગ રમી હતી. તેઓ ભારત તરફથી સૌથી નાની ઉંમરે ડબલ સેન્ચ્યુરી ફટકારનાર પ્રથમ ખેલાડી હતા.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: 29 જાન્યુઆરી 1993માં કોલકત્તાના ઈડન ગાર્ડનમાં વિનોદ કાંબલીએ ટેસ્ટ ક્રિકેટમં ડેબ્યુટ કર્યુ હતું. વિનોદ કાંબલી અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર નાનપણના મિત્રો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બંનેનું ડેબ્યુટ એક સાથે થયું હતું. જોકે, બંનેના કરિયરમાં ખૂબ જ અંતર રહ્યુ હતું. કાંબલી ભારત માટે 17 ટેસ્ટ મેચ જ રમી શક્યો હતો તેમ છતાં તેના નામે એક એવો રેકોર્ડ છે, જે સચિન તેંડુલકર પણ તોડી શક્યા નથી. 21 વર્ષની ઉંમરે ટેસ્ટમાં પદાર્પણ કરનારાં વિનોદ કાંબલીએ 23 વર્ષની ઉંમરે પોતાની અંતિમ ટેસ્ટ રમી હતી. સાવ નાનું ટેસ્ટ કરિયર હોવા છતાં તેમના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયેલો છે.

  સૌથી નાની ઉંમરમાં ડબલ સેન્ચ્યુરી
  કાંબલીના નામે ભારતીય ટીમ વતી સૌથી નાની ઉંમરમાં ડબલ સેન્ચ્યુરી ફટકારવાનો રેકોર્ડ છે. 21 વર્ષ અને 32 દિવસની ઉંમરે કાંબલીએ ઇંગ્લેન્ડની વિરુદ્ધ મુંબઈમાં રમાયેલી મેચમાં 224 રનની ઇનિંગ રમી હતી, કાંબલીએ આ ઇનિંગમાં ભારત તરફથી ડબલ સેન્ચ્યુરી નોંધાવનારા સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા હતા. સચિન તેંડલકરે વર્ષ 199માંન્યૂઝિલેન્ડની વિરુદ્ધ 26 વર્ષની ઉંમરે ડબલ સેન્ચ્યુરી ફટકારી હતી.

  રણજીની શરૂઆત સિક્સરથી
  કાંબલીએ વર્ષ 1989માં રણજી ટ્રોફીની મેચમાં ડેબ્યુ કર્યુ હતું. કાંબલીએ રણજીની પ્રથમ મેચ ગુજરાત વિરુદ્ધ રમી હતી અને સિક્સર ફટકારીની ખાતું ખોલાવ્યું હતું.

  બે ટેસ્ટ મેચમાં ડબલ સેન્ચ્યુરી
  વર્ષ 1993માં કાંબલીએ ટેસ્ટ મેચમાં સતત બે ડબલ સેન્ચ્યુરી ફટકારી અને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 224 રનની ઇનિંગ રમી હતી, ત્યારબાદ ઝિમ્બાબવે વિરુદ્ધ 227 રનનની ઇનિંગ રમી સતત બે ટેસ્ટમાં ડબલ સેન્ચ્યુરી ફટકારી હતી.

  ટેસ્ટમાં સૌથી ઝડપી 1,000 રન
  કાંબલીએ ટેસ્ટ ક્રિકેટમાં 14 ઇનિંગમાં જ 1,000 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1,000 રન નોંધાવનારા ખેલાડી છે. એટલં જ નહીં પરંતુ કાંબલીની એવરેજ સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સહેવા જેવા ખેલાડીઓથી વધારે ચે. 17 ટેસ્ટમાં 2 ડબલ સેન્ચ્યુરી અને 4 સેન્ચ્યુરીની મદદથી કાંબલીએ 54.2ની એવરેજી 1084 રન નોંધાવ્યા હતા.
  Published by:Jay Mishra
  First published: