Golf ball History : ગોલ્ફ બોલ ઉપર નાના-નાના ખાડા કેમ હોય છે? 117 વર્ષ પહેલા આ એન્જિનિયરને આવ્યો આઈડીયા
Golf ball History : ગોલ્ફ બોલ ઉપર નાના-નાના ખાડા કેમ હોય છે? 117 વર્ષ પહેલા આ એન્જિનિયરને આવ્યો આઈડીયા
ગોલ્ફ બોલનો ઈતિહાસ
goalf Ball History : ગોલ્ફ બોલ પર હોય છે 500 થી વધુ ખાડા. આજથી 117 વર્ષ પહેલા એક એન્જીનીયરે સર્જી ક્રાંતિ. ત્યાર પહેલા બોલની સપાટી લીસી રાખવામાં આવતી હતી.
Golf ball History : લોકોના ચેહરા પાર જોવા મળતા ડિમ્પલ્સ વિશે તો તમે જરૂર જાણ્યું જ હશે. ડિમ્પલ્સ લોકોના ચેહરા અને સ્મિતને વધુ આકર્ષક બનાવે છે. પરંતુ જો તેને મેડિકલ દ્રષ્ટિએ જોઈએતો તે એક રોગ છે. આજે આપણે ચેહરા પરના નહિ પરંતુ ગોલ્ફ બોલ (Golf Balls) પર રહેલા ડિમ્પલ્સ વિશે વાત કરીશુ.
જો તમે ગોલ્ફ બોલનું નિરીક્ષણ કરસો તો તેમાં ઘણા નાના ખાડાઓ જોઈ શકાશે. શુ તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે હોય છે? શુ આ કોઈ ભૂલ હશે? જેની પાછળ ચોક્કસ કારણ છે કે જે અમે તમને જણાવીશું.
પહેલા કેવો બોલ ઉપયોગમાં લેવાતો
ગોલ્ફ બોલ નો ઇતિહાસ તપાસવામાં આવે તો પહેલા લીસી સપાટીવાળો બોલ ઉપયોગમાં લેવાતો હતો. જેને લીધે બોલ સહેલાયથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આશાનીથી પહોંચી શકતો હતો અને રમત રમવામાં સરળતા રહેતી હતી. પરંતુ પછી ખ્યાલ આવ્યો કે આ તર્ક ખોટો છે. ઈ.સ. 1900 માં આ રમત વધુ લોકપ્રિય હતી. એ સમયે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો કે જે આજ સુધી અમલમાં છે. એ ફેરફારમાં બોલની સપાટીમાં નાના નાના ખાડા કરવામાં આવ્યા અને ત્યાર પછી કંઈક નવીજ ક્રાંતિ સર્જાણી.
એન્જિનિયરનો એ વિચાર
ગોલ્ફ બોલમાં ખાડા પાડવાનો વિચાર સૌવ પ્રથમ એક એન્જિનિયરને આવ્યો હતો. એમને જોયું કે લીસી સપાટીવાળો જૂનો બોલ ખુબ દૂર સુધી પહોંચી શકે છે. જેની પાછળનું જાણવા મળેલું કારણ એ હતું કે જુના બોલમાં ખાડા પડી જતા હતા. જેથી તે બોલ દૂર સુધી જઈ શકે છે. જેથી ઇંગ્લેન્ડના એન્જિનિયર વિલિયમ ટેલરે આ પ્રકારના ખાડાવાળા બોલ બનાવવાની શરૂઆત કરી. ત્યારથીજ તે બોલ લોકપ્રિય બન્યા.
પહેલી વખત આ પ્રકારના ખાડા બન્યા પછી અનેક પ્રકારની નવી ડિઝાઇન માર્કેટમાં આવવા લાગી છે. જેને લીધે બોલ વધુ દૂર સુધી સરકી શકે છે. આજના સમયમાં 300 થી 500 ખાડા સુધીનો બોલ બને છે અને અમુક બોલમાં તો 1000 સુધી ખાડા હોય છે. જે બોલ સુધી વધુ ખાડાનો રેકોર્ડ ધરાવે છે તેમાં 1017 ખાડા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર