બે ઓવરમાં છ વિકેટ પડી, 44 રનમાં ટીમ ઓલ આઉટ

બે ઓવરમાં જ ગ્લેમોર્ગનની છ વિકેટ પડી હતી. પરિણામ સ્વરૂપ ગ્લેમોર્ગનની આખી ટીમ 44 રનમાં આઉટ થઈ ગઈ હતી.

News18 Gujarati
Updated: July 26, 2019, 9:53 AM IST
બે ઓવરમાં છ વિકેટ પડી, 44 રનમાં ટીમ ઓલ આઉટ
ટોમ કરન (તસવીર- ECB)
News18 Gujarati
Updated: July 26, 2019, 9:53 AM IST
ટી-20 ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે. વર્લ્ડ કપ પછી આજકાલ ઇંગ્લેન્ડમાં ટી 20ની મોસમ ચાલી રહી છે. દરરોજ અહીં ધમાકેદાર રમતો રમવામાં આવે છે. ગુરુવારે ઓવલના મેદાન પર ચોગ્ગા કે છગ્ગા નહીં પરંતુ વિકેટોનો વરસાદ થયો હતો. ફક્ત બે ઓવરમાં જ ગ્લેમોર્ગનની છ વિકેટ પડી ગઈ હતી. પરિણામ સ્વરૂપ આખી ટીમ 44 રનમાં જ આઉટ થઈ ગઈ હતી.

આખરી પાંચ વિકેટ 11 રનમાં પડી

ઓવલ મેદાન પર ગ્લેમોર્ગનનો સામનો સર્રેની ટીમ સાથે થયો હતો. સર્રેએ પ્રથમ બેટિંગ કરતા જીત માટે 142 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી ગ્લેમોર્ગનની ટીમ 13 ઓવરમાં ફક્ત 44 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. પરિણામ સ્વરૂપ સર્રેનો 97 રનથી વિજય થયો હતો. ગ્લેમોર્ગને પ્રથમ પાંચ વિકેટ ફક્ત 33 રનમાં ગુમાવી દીધી હતી. અંતિમ પાંચ ઓવરમાં ફક્ત 11 રન બન્યા હતા.

બે ઓવરમાં છ વિકેટ

સર્રે ટીમ માટે ટોમ કરન અને ઇમરાન તાહિર જીતના હિરો રહ્યા હતા. આ બંનેએ બે ઓવરમાં છ વિકેટ ઝડપી હતી. કરણે બે ઓવરમાં ફક્ત ત્રણ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં એક હેટ્રિક પણ સામેલ છે. જ્યારે તાહિરે ત્રણ ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તાહિરે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. એટલે કે બે ઓવરમાં જ છ વિકેટ પડી હતી.

ટોમ કરનની હેટ્રિક

ઓવલના મેદાન પર ટોમ કરનની હેટ્રિકને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. સૌપ્રથમ તેણે ડેવિડ લોયડને ચાર રન પર બોલ્ડ કર્યો હતો. ત્યાર પછી કોલિન ઇનગ્રેમને સ્લિપમાં કેચઆઉટ કરાવ્યો હતો. ત્રીજા બોલ પર તેણે બિલી રૂટનો શિકાર કર્યો હતો. આ ઓવરમાં તેણે ફક્ત એક રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

તાહિર હેટ્રિક ચૂક્યો

ઇમરાન તાહિર હેટ્રિક લેતા ચુકી ગયો હતો. જોકે, તેણે એક ઓવરમાં ત્રણ વિકેટ જરૂર લીધી. તાહિરને પ્રથમ બોલ પર વિકેટ મળી હતી, ત્યાર બાદ ચોથા અને પાંચમાં બોલ પર વિકેટ મળી હતી.
First published: July 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...