FIFA WC 2018: સૌથી મોટો ઉલટફેર, ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની વર્લ્ડકપમાંથી બહાર
News18 Gujarati Updated: June 27, 2018, 10:44 PM IST

ફાઇલ તસવીર
રશિયામાં રમાઇ રહેલા FIFA WC 2018માં સૌથી મોટો ઉલેટફેર જોવા મળ્યો છે.
- News18 Gujarati
- Last Updated: June 27, 2018, 10:44 PM IST
રશિયામાં રમાઇ રહેલા FIFA WC 2018માં સૌથી મોટો ઉલેટફેર જોવા મળ્યો છે. સાઉથ કોરિયાએ ગત વખતની વર્લ્ડકપ વિજેતા જર્મનીને 2-0થી હરાવ્યું છે. ગ્રુપ એફના મુકાબલામાં સાઉથ કોરિયા અને કિમ યોગ ગ્વોન અને સન હિયુંગ મિનને 1-1 ગોલ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયનને વર્લ્ડકપમાંથી બહાર કર્યું છે. બીજી તરફ આ જ ગ્રૂપના બીજા મુકાબલામાં મેક્સિકોએ 3-0થી હરાવીને સ્વિડનને પ્રી ક્વાર્ટફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ગ્રૂપ એચમાંથી મેક્સિકો અને સ્વીડને અલગ અલગ એન્ટ્રી લીધી જ્યારે સાઉથ કોરિયા અને જર્મની બહાર થઇ ગયા છે.
જર્મનીનું સૌથી ખરાબ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપના ઇતિહાસમાં જર્મનીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. જર્મનીની ટીમ પહેલીવાર વર્લ્ડકપના ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાયું છે. જર્મની યુરોપની ચોથી ટીમ છે જે ગત વર્લ્ડકપ જીત્યા બાદ બીજા વર્લ્ડકપમાં પહેલા જ સ્ટેજમાંથી બહાર ફેંકાઇ હોય.
વર્ષ 1998માં ફ્રાન્સમાં વર્લ્ડકપ જીતી હતી પરંતુ 2002માં તે પહેલા સ્ટેજમાં જ બહાર થઇ હતી. ત્યારબાદ વર્ષ 2006માં ઇટાલી ચેમ્પિયન બની હતી. અને તે 2010માં પહેલા સ્ટેજમાં જ બહાર થઇ ગઇ હતી. સ્પેન 2010માં વર્લ્ડકપ ખિતાબ જીત્યો હતો જે 2014માં તે ગ્રૂપ સ્ટેજમાં જ ખતમ થઇ ગયો હતો. હવે જર્મની સાથે જ કંઇ આવું થયું છે. પોતાની પહેલી મેચ મેક્સિકોથી હાર્યા બાદ જર્મની સાઉથ કોરિયા સામે પણ હારી ગઇ છે. જેની આશા કોઇએ રાખી ન્હોતી.

Confirmation #SWE and #MEX progress to Round of 16.
How many of you predicted this table at start of the #WorldCup? pic.twitter.com/lfAmgW4pZ0— FIFA World Cup 🏆 (@FIFAWorldCup) June 27, 2018Loading...

Loading...