FIFA WC 2018: ક્રૂસના ગોલની મદદથી જર્મનીએ સ્વીડનને હરાવ્યું

ફિફા વર્લ્ડકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીએ શનિવારે મોડી રાત્રે ગ્રૂપ એફના પોતાના બીજા મુકાબલામાં મિડફિલ્ડર ટોની ક્રૂસના દમદાર ગોલની મદદથી સ્વીડનને 2-1થી હરાવ્યું હતું.

News18 Gujarati
Updated: June 24, 2018, 3:40 PM IST
FIFA WC 2018: ક્રૂસના ગોલની મદદથી જર્મનીએ સ્વીડનને હરાવ્યું
જીત બાદ જર્મન ખેલાડી
News18 Gujarati
Updated: June 24, 2018, 3:40 PM IST
ફિફા વર્લ્ડકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીએ શનિવારે મોડી રાત્રે ગ્રૂપ એફના પોતાના બીજા મુકાબલામાં મિડફિલ્ડર ટોની ક્રૂસના દમદાર ગોલની મદદથી સ્વીડનને 2-1થી હરાવ્યું હતું. આ જીત પછી જર્મનીના ત્રણ પોઇન્ટ થયા છે. આમ જર્મની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા અકબંધ છે.

પહેલો ગોલ સ્વીડને કર્યો

મેચનો પહેલો ગોલ સ્વીડને કર્યો હતો. 32મી મિનિટમાં જર્મનીના ખેલાડીએ એકવાર ફરીથી પોતાના હાફથી બોલ ઉપર નિયંત્રણ ગુમાવ્યું હતું. સ્વીડનના મિડફિલ્ડર વિક્ટોર ક્લાએસનને ઓલા તોઇવોનેને શાનદાર પાસ કર્યો હતો. જેમણે નાયને હંફાવીને બોલને ગોલમાં નાખ્યો હતો. આમ સ્વીડન 1-0થી આગળ નીકળ્યું હતું.

બીજા હાફમાં જર્મનીની વાપસી

પહેલા હાફમાં 0-1થી પાછળ રહેલા જર્મનીએ બીજા હાફમાં દમદાર શરૂઆત કરી હતી. જર્મનીએ 48મી મિનિટમાં બરાબરીનો ગોલ કર્યોહતો. સ્ટ્રાઇકર ટીમો વોર્નરે જમણા ફ્લેકથી બોક્સમાં શાનદાર પાસ કર્યો હતો. મિડફિલ્ડર માર્કો રેઉસને બોલને ગોલમાં નાખવામાં કોઇ જ ચૂક કરી ન્હોતી.

ક્રૂસે કર્યો વિનિંગ ગોલ
મેચ ઇન્જરી ટાઇમમાં ગઇ હતી. અને સ્કોર 1-1થી બરાબર હતો. એવું લાગી રહ્યું હતું કે, આ મેચ ડ્રો ઉપર પુરી થશે. પરંતુ છેલ્લી મિનિટમાં જર્મનીને ફ્રી કિક મળી. ફ્રી કિક જર્મનીના ટોની ક્રૂસે લીધી હતી અને તેમણે અનોખા અંદાજમાં ગોલ કરીને જર્મનીને 2-1થી જીત અપાવી હતી. જર્મનીનો ગ્રુપ રાઉન્ડમાં આગામી મુકાબલો બુધવારે સાઉથ કોરિયા સાથે થશે. જ્યારે સ્વીડનનો સામનો મેક્સિકોથી થશે.
First published: June 24, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...