ગીતા અને બબીતા ફોગટની બહેને કુશ્તીની ફાઇનલમાં હારી જતા કરી આત્મહત્યા

રીતિકા ફોગટની ફાઇલ તસવીર

રિતિકા માત્ર એક પોઇન્ટથી હારી ગઇ હતી જેનાથી તે ઘણી જ હતાશામાં હતી.

 • Share this:
  રેસ્ટલર બબીતા (Babita Phogat) અને ગીતા ફોગાટની (Gita Phogat) કઝિન બહેન રિતિકા ફોગટે (Ritika phogat) કુશ્તીની મેચમાં હારી જતા પોતાનું જીવન ટૂંકાવી (suicide) દીધું છે. રિતિકાએ ફાઈનલમાં હાર સહન નહી થતા સોમવારે રાત્રે ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રિતિકાએ પોતાના ફુવા મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનમાં ફાંસી લગાવી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના પરિવારજનોને સોંપી દીધો છે.

  રિપોર્ટ્સ પ્રમાણે, રિતિકાએ 12થી 14 માર્ચ સુધી ભરતપુર લોહાગઢ સ્ટેડિયમમાં રાજ્ય સ્તરિય સબ-જુનિયર મહિલા અને પુરુષ કુશ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. 14 માર્ચના રોજ ફાયનલ મેચ હતી. જેમાં રિતિકા માત્ર એક પોઇન્ટથી હારી ગઇ હતી જેનાથી તે ઘણી જ હતાશામાં હતી.  જે બાદ રાતના 11 વાગે તેણે ગળેફાંસો ખાઇને પોતાની જિંદગી ટૂંકાવી દીધી હતી. તે માત્ર 17 વર્ષની જ હતી.

  ગુજરાતનો પહેલો કોરોના વાયરસનો કેસને આવ્યો હતો રાજકોટમાં, જાણો પહેલો સંક્રમિત હાલ શું કરે છે?

  મળતી માહિતી પ્રમાણે, રિતિકા છેલ્લા પાંચ વર્ષથી પોતાના ફુવા મહાવીર ફોગાટની એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી. આ દરમિયાન 14 માર્ચે ફાઈનલ મુકાબલામાં રિતિકાને હાર મળી હતી. ન્યૂઝ18 હિન્દીમાં જણાવ્યા પ્રમાણે, તે મેચમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિનર મહાવીર પહેલવાન પણ ત્યા ઉપસ્થિત હતા.

  લગ્નની મોસમમાં કમાણી કરાવનારો બિઝનેસ, એક જ દિવસમાં બે લાખ કમાઇ શકો, જાણો કેવી રીતે  રિતિકા આ હારથી આઘાતમાં સરી પડી હતી. રાત્રે લગભગ 11 વાગ્યે મહાવીર ફોગાટના ગામ બલાલી સ્થિત મકાનના રૂમમાં પંખા સાથે લટકીને રિતિકાએ આત્મહત્યા કરી લીધી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: