આ દિગ્ગજે કહ્યું- શિખર ધવન બન્યો 'બલિનો બકરો'

 • Share this:
  પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ માટેની પ્લેઈંગ ઈલેવનની પસંદગીને લઈને વિરોધ નોંધાવ્યો છે. ગાવસ્કરનું કહેવું છે કે, ઓપનર બેટ્સમેન શિખર ધવનને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. ભારતે બીજી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યાં છે. શિખરના સ્થાન પર કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમારના સ્થાન પર ઈશાંત શર્મા અને વિકેટકિપર રિદ્રિમાન સાહાના સ્થાન પર પાર્થિવ પટેલને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

  ભુવનેશ્વરે કેપટાઉન ટેસ્ટમાં ત્રણ વિકેટ લઈને સાઉથ આફ્રિકાને બેકફૂડ પર ધકેલી દીધી હતી, તે છતાં પણ તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહતો. જ્યારે સાહાના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે ટીમમાં જગ્યા આપવામાં આવી નથી.

  ગાવસ્કરે કહ્યું, મને લાગે છે કે, શિખર ધવનને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. તેને હંમેશા નિશાન બનાવવામાં આવે છે. બસ એક ખરાબ ઈનિંગ રમતાની સાથે જ તેને ટીમથી બહાર કરી દેવામાં આવે છે. ગાવસ્કરે કહ્યું કે, "મને તે ખબર પડતી નથી કે, ઈશાંત શર્માને ભુવનેશ્વર કુમારની જગ્યાએ ટીમમાં કેમ સામેલ કરવામાં આવ્યો છે. ભુવનેશ્વરે કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે જ ત્રણ વિકેટ ઝડપી હતી. ઈશાંતને શમી અથવા બુમરાહના સ્થાન પર ટીમમાં એન્ટ્રી આપી શકાતી હતી પરંતુ ભુવીને બહાર કરવા પાછળનું કારણ મને સમજમાં ના આવ્યું."
  Published by:Mujahid Tunvar
  First published: