કપાળે ચાંલ્લો, માથા પર દુપટ્ટો અને સાડી પહેરીની કેમ આવ્યો ગૌતમ ગંભીર

ક્રિકેટર ગૌતમ ગંભીર દેશ અને સમાજને લઈને પોતાના વિચારો રજુ કરવાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે ગૌતમ ગંભીર પોતાના કપાળે ચાંલ્લો, માથા પર દુપટ્ટો અને શરીર પર સાડી પહેરવાને લઈને ચર્ચામાં છે

News18 Gujarati
Updated: September 14, 2018, 5:01 PM IST
કપાળે ચાંલ્લો, માથા પર દુપટ્ટો અને સાડી પહેરીની કેમ આવ્યો ગૌતમ ગંભીર
એક ઇવેન્ટમાં ગૌતમ ગંભીર
News18 Gujarati
Updated: September 14, 2018, 5:01 PM IST
ક્રિકેટર ગૌતમ ગંભીર દેશ અને સમાજને લઈને પોતાના વિચારો રજુ કરવાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે ગૌતમ ગંભીર પોતાના કપાળે ચાંલ્લો, માથા પર દુપટ્ટો અને શરીર પર સાડી પહેરવાને લઈને ચર્ચામાં છે. ગૌતમે આ રુપ દેશમાં ટ્રાન્સજેન્ડર્સ સાથે સમાનતાનો અવાજ ઉઠાવવા માટે લીધું છે. ગંભીરના આ કામની સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા થઈ રહી છે.

ગંભીરે આ વેશભુષા હિજરા હબ્બાના સાતમાં ઉદ્ઘાટન સમારોહ સમયે કરી હતી. જેનું આયોજન શેમારી સોસાયટીએ કર્યું હતું. જ્યારે ગૌતમ ત્યાં પહોંચ્યો તો તેણે હાજર રહેલા લોકોની જેમ ડ્રેસ પહેરલ હતો. ગંભીરની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ બની છે.

ગંભીરનું માનવું છે કે ટ્રાન્સજેન્ડરને હંમેશા સમાજમાં ભેદભાવનો સામનો કરવો પડે છે અને આ લોકો હિંસાના શિકાર પણ થાય છે. ગંભીરે કહ્યું હતું કે આ લોકોને પોતાનાથી અલગ કાંઈપણ સમજતા પહેલા આપણે ફક્ત એટલું જ યાદ રાખવું જોઈએ કે તે સૌથી પહેલા માણસ છે.


આ પહેલા ગૌતમ ગંભીરે રક્ષાબંધનના દિવસે ટ્રાન્સજેન્ડર પાસે રાખડી બંધાવી હતી અને આ બદલ તેની ઘણી પ્રશંસા થઈ હતી.

First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...