IPL 2018: વેચાઈ ગઈ ગૌતમ ગંભીરની ટીમ દિલ્હી ડેયર ડેવિલ્સ

News18 Gujarati
Updated: March 10, 2018, 2:04 PM IST
IPL 2018: વેચાઈ ગઈ ગૌતમ ગંભીરની ટીમ દિલ્હી ડેયર ડેવિલ્સ

  • Share this:
આઈપીએલની ટીમ દિલ્હી ડેયરડેવિલ્સ વેચાઈ ગઈ છે. ટીમના માલિક જીએમઆર ગ્રુપે પોતાની આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં જેએસડબલ્યૂ સ્પોર્ટ્સ સાથે 50 ટકાની ભાગીદારી વેચવાનો કરાર કર્યો છે. જોકે, તે માટે હજું સુધી બીસીસીઆઈની મંજૂરી મળવાની બાકી છે.

ક્રિકેટની રમત સાથે આ જેએસડબ્લ્યૂનો પહેલો મોટો કરાર છે. આ ગ્રુપ ટોપ ફૂટબોલ ક્લબ બેંગ્લોર એફસીની માલિક છે. તે ઉપરાંત ટોપ ઓલિમ્પિયન ખેલાડીઓની મદદ કરે છે.

આ બાબતને 16 માર્ચે આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ સમક્ષ રાખવામાં આવશે પરંતુ આ કરાર પાક્કુ લાગે છે કેમ કે, બીસીસીઆઈના મોટા અધિકારીઓને પહેલાથી જ આની જાણકારી આપી દેવામાં આવી છે.

તે જોવાનું રસપ્રદ રહેશે કે, દિલ્હી ડેયરડેવિલ્સના મેનેજમેન્ટના માળખામાં કંઈક ફેરફાર થશે કે નહી. આશા છે કે, આ વર્ષે આઈપીએલમાં વર્તમાન માળખું જ રહેશે કેમ કે, ટૂર્નામેન્ટ એક મહિનાની અંદર શરૂ થઈ જશે.

દિલ્હી ડેયરડેવિલ્સની પ્રેસ રિલિજમાં કહેવામાં આવ્યું છે કે, જીએમઆર ગ્રુપે આજે જાહેરાત કરી છે કે, તેને જેએસડબ્લ્યૂથી જીએમઆર સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (જીએસપીએલ)ની જીએમઆર ગ્રુપ્સ ક્રિકેટ ફ્રેન્ચાઈઝી 'ડીડી'માં 50-50 ટકાની ભાગીદારી કરી છે. જીએમઆર ગ્રુપના પ્રમોટર જીએસપીએલના માલિક છે.

બંને પક્ષોએ તે જાણકારી આપી નથી કે, આ 50 ટકા ભાગીદારીનો કરાર કેટલા રૂપિયામાં થયો છે.
First published: March 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading