Home /News /sport /ગૌતમ ગંભીરનો ખુલાસો - દબાણમાં અજીબોગરીબ કામ કરે છે ખેલાડી

ગૌતમ ગંભીરનો ખુલાસો - દબાણમાં અજીબોગરીબ કામ કરે છે ખેલાડી

ભારતનો પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (ફાઇલ ફોટો)

અશ્વિન ઉપર દબાણ હશે જેના કારણે તેણે બટલરને ચેતાવણી આપ્યા વગર રનઆઉટ કર્યો - ગૌતમ ગંભીર

આર.અશ્વિન માટે આ આઇપીએલમાં જે રીતને શરુઆત થઈ છે તેવી આશા કોઈએ કરી નહીં હોય. રાજસ્થાનના બેટ્સમેન જોશ બટલરને માંકડ રન આઉટ કર્યા પછી તે સતત ચર્ચાનો વિષય બનેલ છે. જ્યાં કેટલાક લોકો અશ્વિનનું સમર્થન કરી રહ્યા છે તો ઘણા દિગ્ગજો તેની ટિકા પણ કરી રહ્યા છે. આ લિસ્ટમાં હવે ગૌતમ ગંભીરનું નામ પણ જોડાયું છે.

ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ખેલાડી જ્યારે દબાણમાં હોય છે ત્યારે તે આમ કરે છે. તેણે પોતાની ઇન્ડિયા-એ ના દિવસોની ઘટનાનું ઉદાહરણ દેતા અશ્વિનના માંકડિંગ કરવા પાછળ દબાણને કારણ ગણાવ્યું હતું.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પોતાની કોલમમાં ગંભીરે લખ્યું છે કે જ્યારે હું ઇન્ડિયા-એ તરફથી રમતો હતો ત્યારે એક દિવસ હોટલ રુમમાં પહોંચ્યો હતો. ત્યાં મેં જોયું કે રુમમાં રાખેલા નાના ફ્રીજમાં બે વાદળી અને બે કાળા કલરના પેન્ટ અને ત્રણ જોડી મોજા રાખ્યા હતા. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં જ્યારે મારા રુમમેટને આ વિશે પુછ્યું , જે પહેલા ભારત તરફથી ઘણી મેચો રમી ચૂક્યો હતો. તેણે કહ્યું હતું કે ઘણું દબાણ છે યાર તુ નહીં સમજે. તેના ઉપર તે સમયે પ્રદર્શન કરવાનું ઘણું દબાણ હતું. તેથી કબાટમાં જવાના બદલે અંડરવિયર અને મોજા રેફ્રીજરેટરમાં રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - નોકરી માટે 17 વર્ષની ઉંમરમાં જાહેર કરી ‘નિવૃત્તિ’, હવે IPLમાં કર્યું ડેબ્યૂ

ગંભીરે આગળ લખ્યું હતું કે અશ્વિન ઉપર આ જ દબાણ હશે જેના કારણે તેણે બટલરને ચેતાવણી આપ્યા વગર રનઆઉટ કર્યો હતો. અશ્વિનને પોતાની ક્રિકેટ કારકિર્દી ફરીથી જીવિત કરવાની છે. આવું સફેદ બોલ વાળા ક્રિકેટમાં વધારે હોય છે. તેને ખબર છે કે વર્લ્ડ કપ આવનાનો છે. જ્યારે મેચ દરમિયાન આવી ઘટના બની ત્યારે રાજસ્થાને 12 ઓવરમાં 1 વિકેટે 100 રન બનાવી લીધા હતા. બટલર આક્રમક બેટિંગ કરી રહ્યો હતો અને બાજી રાજસ્થાનના હાથમાં હતી. આવા સમયે અશ્વિન ઉપર મેચમાં વાપસીનું દબાણ હતું જેના કારણે તેણે આમ કર્યું હતું.
First published:

Tags: Gautam Gambhir, Ipl 2019, Kings xi punjab, R ashwin

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો