Home /News /sport /

જમ્મુ-કાશ્મીરને લઈને આફ્રિદીએ કરેલી ટીપ્પણીનો ગંભીરનો સચોટ જવાબ

જમ્મુ-કાશ્મીરને લઈને આફ્રિદીએ કરેલી ટીપ્પણીનો ગંભીરનો સચોટ જવાબ

  ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે શાહિદ આફ્રિદીના વિવાદિત ટ્વિટ પર આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. હાલમાં શાહિદ જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ માટે સહાનુભૂતિ દાખવી હતી. ભારતીય ક્રિકેટરે આફ્રિદીની ટ્વિટને નો બોલ પર મળેલી વિકેટના સેલિબ્રેશન જેવી ગણાવી છે. તે ઉપરાંત, ગંભીરે એમ પણ કહ્યું કે, મીડિયાએ તે લોકોને ગંભીરતાથી લેવાની કોઈ જ જરૂર નથી.

  ગૌતમ ગંભીરે પોતાના ટ્વિટમાં લખ્યું કે, અમારા કાશ્મીર અને સંયુક્ત રાષ્ટ્ર અંગે કરવામાં આવેલી શાહિદ આફ્રિદીની ટ્વિટ પર પ્રતિક્રિયા આપવા માટે મને મીડિયા તરફથી કોલ આવ્યો હતો. તેમાં શું કહેવા જેવું છે? આફ્રિદી માત્ર UN તરફ જોઈ રહ્યો છે, જેનો અર્થ તેની ડિક્શનરીમાં અન્ડર-19(Under Nineteen) થાય છે. મીડિયા આને હળવાશથી જ લે. આફ્રિદી નો બોલ પર આઉટ થવાનું સેલિબ્રેશન ઉજવી રહ્યો છે.


  ઉલ્લેખનિય છે કે, ભારત અધિકૃત જમ્મૂ-કાશ્મીરમાં સૈન્યએ રવિવારે આતંક વિરોધી અભિયાન હેઠળ 13 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અંગે આફ્રિદીએ ટ્વિટ કરીને આ ઘટનાને કાશ્મીરને અશાંત કરનારી ગણાવી હતી અને સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો પર પ્રશ્ન ઉભા કર્યા હતા. આ ઉપરાંત પોતાની ટ્વિટમાં પથ્થરબાજો પ્રત્યે પણ સહાનુભૂતિ બતાવી હતી.

  આ પહેલા પણ શાહિદ આફ્રિદી જમ્મુ-કાશ્મીરના મુદ્દાઓને લઈને પ્રશ્ન ઉઠાવતો રહ્યો છે. ગયા વર્ષે પણ તેણે આવી જ ટ્વીટ કરી હતી. ત્યારે આફ્રિદીએ લખ્યું હતું કે, કાશ્મીર છેલ્લા ઘણા વર્ષોથી ક્રૂરતાનો શિકાર બની રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે, આ મુદ્દાને ઉકેલવામાં આવે જેણે અનેક લોકોના જીવ લીધા છે.

  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Gautam Gambhir, Shahid afridi

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन