આફ્રિદીને ગંભીરે આપ્યો જવાબ, કહ્યું - બેટા PoKનું પણ સમાધાન કરીશું!

News18 Gujarati
Updated: August 6, 2019, 4:12 PM IST
આફ્રિદીને ગંભીરે આપ્યો જવાબ, કહ્યું - બેટા PoKનું પણ સમાધાન કરીશું!
ગૌતમ ગંભીર

પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)ને આ મામલામાં દખલ આપવાની વાત કરી હતી

  • Share this:
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવા પર પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી અને ટીમ ઇન્ડિયાનો પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર આમને-સામને આવી ગયા છે. આફ્રિદીએ મોદી સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા તો ગૌતમ ગંભીરે આફ્રિદીને જવાબ આપતા કહ્યું હતું કે માનવઅધિકારનું સૌથી વધારે ઉલ્લંઘન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં થાય છે. આ પ્રસંગે ગંભીરે આફ્રિદીને પોતાના અંદાજમાં ‘બેટા’પણ કહ્યું હતું.

ભાજપાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આફ્રિદીને જવાબ આપતા કહ્યું હતું કે આફ્રિદીએ એકદમ સાચી વાત કહી છે. માનવતા સામે વગર ઉપસાયા વગર અપરાધ અને દખલઅંદાજી થઈ રહી છે. આ મુદ્દાને ઉઠાવવા માટે તેમની પ્રશંસા કરવી જોઈએ. બસ એટલું બતાવવાનું ભુલી ગયો કે બધા પ્રકારના માનવઅધિકારોનું ઉલ્લંઘન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં થઈ રહ્યો છે. કોઈ વાત નહીં અમે જલ્દી તેનું સમાધાન કરીશું. બેટા!!!

આ પણ વાંચો - ફરજ પર બૂટ પોલીશ કરતા ધોનીની તસવીર વાયરલ, લોકોએ કહ્યું- શાબાશ અમારા બહાદૂર સૈનિક!

આ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)ને આ મામલામાં દખલ આપવાની વાત કરી હતી. આફ્રિદીએ કહ્યું હતું કે કાશ્મીરના લોકોને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પ્રમાણે તેમના અધિકાર આપવા જોઈતા હતા. યૂએનને કેમ બનાવવામાં આવ્યું છે. તે શું ઉંઘી રહ્યું છે? કાશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પ્રમાણે તેમના અધિકાર આપવા જોઈએ. જેમ આપણી બધા પાસે આઝાદીના અધિકાર છે તેવા જ. કાશ્મીરમાં માનવતા સામે જે અપરાધ અને દખલઅંદાજી થઈ રહી છે તે જોવી જરુરી છે.
First published: August 6, 2019, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading