'તેના મગજનો વિકાસ નથી થઈ રહ્યો,' ગંભીરે શાહીદ આફ્રિદીને આપ્યો જવાબ

ગૌતમ ગંભીર (ફાઇલ તસવીર)

નવી દિલ્હી : કાશ્મીર મુદ્દે ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ છેડ્યા બાદ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પાકિસ્તાનના ક્રિકેટર શાહીદ આફ્રિકીને ગુરુવારે આક્રમક જવાબ આપ્યો છે.

 • Share this:
  ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને હાલ બીજેપીના સાંસદ ગૌતમ ગંભીરે એનડીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "અમુક લોકો બાળબુદ્ધિના જ રહે છે. તેઓ ક્રિકેટ રમે છે પરંતુ મોટા થતા નથી. તેમના મગજનો પણ વિકાસ નથી થતો. જો તેણે બધી વાતે રાજકારણ કરવું હોય તો તે રાજકારણમાં કેમ નથી જોડાઈ જતો. રાજકારણ કરવા માટે વ્યક્તિ પરિપક્વ હોય તે જરૂરી છે. આ ગુણનો તેનામાં અભાવ છે."

  શાહીદ અફ્રિદીએ પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાનું સમર્થન જાહેર કરતા બુધવારે ટ્વિટ કર્યું હતું કે, તે બહુ ઝડપથી લાઇન ઓફ કંટ્રોલની મુલાકાત કરશે અને કાશ્મીરી ભાઈઓ પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરશે. આફ્રિદેએ એવું પણ કહ્યું હતું કે શુક્રવારે તે કરાચી ખાતે આવેલી મોહમ્મદ અલી ઝીણાની કબર પર પણ જશે.  શાહીદ આફ્રિદીના આવા ટ્વિટનો જવાબ આપતા ગૌતમ ગંભીરે ટ્વિટ કર્યું હતું કે, "આ તસવીરમાં શાહીદ આફ્રિદી શાહીદ આફ્રિદીને પૂછી રહ્યો છે કે શાહીદ આફ્રિદીએ શાહીદ આફ્રિદીને સહાનુભૂતિ આપવા માટે શું કરવું જોઈએ. આના પરથી સાબિત થાય છે કે શાહીદ આફ્રિદીએ પરિપક્વ નથી થવું. હું તેની મદદ માટે ઓનલાઇન KG ટ્યૂટોરિયલની વ્યવસ્થા કરું છું."

  ગૌતમ ગંભીરના આવા ટ્વિટનો જવાબ આપતા શાહીદ આફ્રિદીએ એક પૂર્વ કોચે પોતાના પુસ્તકમાં ગંભીર વિશે લખેલા શબ્દોને ટાંક્યા હતા. જેમાં લખાયું હતું કે, "ગૌતમ ગંભીર માનસિક રીતે સૌથી અસલામત, નકારાત્મક અને નિરાશાજનક હતો."

  નોંધનીય છે કે ગૌતમ ગંભીર અને શાહીદ આફ્રિદી વચ્ચે અનેક વખત ટ્વિટર પર શાબ્દિક 'યુદ્ધ' છેડાઈ ચુક્યું છે. આ ઉપરાંત ગૌતમ ગંભીર અને શાહીદ અફ્રિદી રમતના મેદાન અને મેદાન બહાર પણ એકબીજા સાથે આંખ નથી મિલાવતા. વર્ષ 2007માં આઈસીસી કૉડ ઓફ એથિક્સના ભંગ બદલ બંનેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કાનપુર ખાતે ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન બંને પ્લેયર ઝઘડી પડ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: