IPLની જે ટીમે અડધી સિઝનમાંથી ઝુંટવી લીધી હતી કેપ્ટનશિપ, હવે તે ટીમનો માલિક બનશે ગંભીર!

News18 Gujarati
Updated: December 6, 2019, 3:45 PM IST
IPLની જે ટીમે અડધી સિઝનમાંથી ઝુંટવી લીધી હતી કેપ્ટનશિપ, હવે તે ટીમનો માલિક બનશે ગંભીર!
IPLની જે ટીમે અડધી સિઝનમાંથી ઝુંટવી લીધી હતી કેપ્ટનશિપ, હવે તે ટીમનો માલિક બનશે ગંભીર!

ગંભીરે હજુ સુધી આ મુદ્દાને લઈને કશું કહ્યું નથી

  • Share this:
નવી દિલ્હી : ગૌતમ ગંભીરે (Gautam Gambhir)વર્ષ 2017માં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)નો સાથ છોડીને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે તે આખી સિઝનમાં સાવ ફ્લોપ રહ્યો હતો અને ગત વર્ષે તેને રિલીઝ કરી દીધો હતો. આમ છતા ગંભીરનો પોતાની ઘરેલું ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સથી મોહ ખતમ થયો નથી. તે ફરી આ ટીમ સાથે જોડાવવાની તૈયારીમાં છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુકેલો ગંભીર આ વખતે ટીમ માલિકના રુપમાં જોવા મળી શકે છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ઇસ્ટ દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીર દિલ્હી કેપિટલ્સમાં 10 ટકા શેર ખરીદવાનો છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે જેએસડબલ્યુ ગ્રૂપે 550 કરોડ રુપિયામાં આ ટીમના 50 ટકા શેર ખરીદ્યા હતા. જ્યારે અન્ય 50 ટકા શેર જીએમઆર ગ્રૂપ પાસે છે. ગંભીરે 10 ટકા શેર માટે લગભગ 100 કરોડ રુપિયા આપવા પડશે. ગંભીર હાલ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલમાંથી ક્લિયરેન્સ મળવાની રાહ જોઈ રહ્યો છે. જોકે ગંભીરે હજુ સુધી આ મુદ્દાને લઈને કશું કહ્યું નથી.

આ પણ વાંચો - ગીત ગાવાનો પ્રયત્ન કરતા મહેન્દ્રસિંહ ધોનીનો આ Video થઈ રહ્યો છે Viral

ગંભીરે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સાથે શરુઆત કરી હતી. ત્રણ વર્ષ પછી તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં સામેલ થયો હતો. ગંભીરે કોલકાતાને બે વખત ચેમ્પિયન બનાવ્યું હતું. 2017માં તે દિલ્હીમાં ફરી પાછો ફર્યો હતો. જોકે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે સિઝનની વચ્ચે ગંભીર પાસે કેપ્ટનશિપ લઈને શ્રેયસ ઐયરને આપવામાં આવી હતી. ગત વર્ષે દિલ્હી કેપિટલ્સે ગંભીરને રિલીઝ કરી દીધો હતો.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading