Home /News /sport /

વર્લ્ડ કપ ટીમમાં આ પ્લેયરની પસંદગી ન થતાં દુ:ખી છે ગંભીર, જાણો કારણ

વર્લ્ડ કપ ટીમમાં આ પ્લેયરની પસંદગી ન થતાં દુ:ખી છે ગંભીર, જાણો કારણ

ભારતનો પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (ફાઇલ ફોટો)

ગંભીરનું માનવું છે કે અંબાતી રાયડૂને તેની માત્ર ત્રણ અસફળતા બાદ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો તે ખોટો નિર્ણય છે

    ઈંગ્લેન્ડમાં આગામી મહિને શરૂ થનારા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. ટીમની જાહેરાત બાદથી દિનેશ કાર્તિક અને રિષભ પંતને લઈને ચર્ચા ચાલી રહી છે. જોકે, ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને લાગે છે કે કાર્તિક અને પંતથી વધુ અંબાતી રાયડૂની ગેરહાજરી પર વાત કરવી જરૂરી છે.

    ગંભીર મુજબ, અંબાતી રાયડૂને સોમવારે જાહેર કરવામાં આવેલી ટીમમાં સ્થાન ન આપવું સૌથી મોટું દુર્ભાગ્યપૂર્ણ પગલું છે. ગંભીરનું માનવું છે કે રાયડૂને તેની માત્ર ત્રણ નિષ્ફળતા બાદ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો, જે ખોટો નિર્ણય છે. બીજી તરફ, ગંભીરે રિષભ પંતની પસંદગી ન થવી એક રીતે યોગ્ય ઠેરવતા કહ્યું કે પંતને સ્થાન ન મળવા પર કોઈ ચર્ચા ન થવી જોઈએ, કારણ કે તેને મળેલી તકોનો તે ફાયદો નહોતી ઉઠાવી શક્યો.

    અનુભવી દિનેશ કાર્તિકને પંતથી વધુ મહત્વ આપવાને લઈ સુનીલ ગાવસ્કરે ટીકા કરી હતી અને તેને આશ્ચર્યમાં મૂકનારા નિર્ણય ગણાવ્યો હતો. ગંભીરે કહ્યું કે, મને લાગે છે કે પંતને બહાર કરવાને લઈ કોઈ ચર્ચા ન થવી જોઈએ, પરંતુ અંબાતી રાયડૂ બહાર થવું તે ચર્ચાનો વિષય છે.

    આ પણ વાંચો, અંબાતી રાયડૂએ વર્લ્ડ કપ ટીમમાં પસંદગી ન થતાં ટ્વિટ કરી માર્યું મહેણું

    તેઓએ રાયડૂનો પક્ષ લેતા કહ્યું કે, આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે સફેદ બોલના ક્રિકેટમાં 48ની સરેરાશવાળો પ્લેયર જે માત્ર 33 વર્ષનો છે, તેને ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. પસંદગીમાં કોઈ અન્ય નિર્ણયથી વધુ દુખદ મારા માટે આ છે.

    થોડાક મહિના પહેલા સુધી રાયડૂને કેપ્ટન વિરાટ કોહલીએ ચોથા નંબર પર બેટિંગ માટે ભારતની પહેલી પસંદ કહ્યો હતો. ગત મહિને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સ્થાનિક સીરીઝમાં ઓછા સ્કોરે પસંદગીકારોને તેની પર ફરી વિચાર કરવા માટે મજબૂર કરી દીધા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ambati rayudu, Gautam Gambhir, ICC World Cup 2019, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन