ગંભીરે આફ્રીદીને આપ્યો જવાબ, કહ્યું - હું તને મનોચિકિત્સક પાસે લઈ જઈશ

ગંભીરે આફ્રીદીને આપ્યો જવાબ, કહ્યું - હું તને મનોચિકિત્સક પાસે લઈ જઈશ

શાહિદ આફ્રિદીએ હાલમાં જ પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં ગૌતમ ગંભીર વિશે નકારાત્મક વાતો લખી છે

 • Share this:
  શાહિદ આફ્રિદીએ હાલમાં જ પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં ગૌતમ ગંભીર વિશે નકારાત્મક વાતો લખી છે. જેનો ગંભીરે વળતો જવાબ આપતા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનને મનોચિતિત્સક પાસે લઈ જવાની ઓફર કરી છે.

  આફ્રિદીએ પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર વિશે લખ્યું છે કે તે ડોન બ્રેડમેન અને જેમ્સ બોન્ડ બંનેને ક્ષમતા વાળો હોય તેવી રીતનો વ્યવહાર કરે છે. તેનું વલણ પણ સારું નથી અને તેની પાસે કોઈ મહાન રેકોર્ડ પણ નથી.

  આ પણ વાંચો - શાહિદ આફ્રિદીનું જુઠાણું : 23 વર્ષ સુધી દુનિયાને છેતરતો રહ્યો!

  ગંભીર શાહિદ આફ્રિદીને ટેગ કરતા પોતાના ઓફિશિયલ ટ્વિટર પર તેનો જવાબ આપ્યો છે. ગંભીરે ટ્વિટ કર્યું છે કે તુ મજાકીયો વ્યક્તિ છે!! અમે હજુ પણ પાકિસ્તાની લોકોને ચિકિત્સા માટે વિઝા આપી રહ્યા છીએ. હું પોતે તને મનોચિકિત્સક પાસે લઈને જઈશ.

  ઉલ્લેખનનીય છે કે ગંભીર અને આફ્રિદી વચ્ચે સંબંધો સારા રહ્યા નથી. મેદાન ઉપર પણ બંને વચ્ચે ઘણો વખત રકઝક થઈ હતી.
  Published by:Ashish Goyal
  First published: