IPL 2021: ઋષભ પંતને કેપ્ટન બનાવ્યા છતા દિલ્લી કેપીટલ્સ નહી બને ચેમ્પિયન, આ 4 દિગ્ગજોએ કરી ભવિષ્યવાણી

  • Share this:
    નવી દિલ્લી: દિલ્લી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમ આઇપીએલ 2021નો ખિતાબ જીતવા માટેની સૌથી મોટી દાવેદાર છે. ગત વર્ષે દિલ્હીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. દિલ્લીની ટીમમાં એક-એકથી જોરદાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ વખતે ટીમની કમાન ઋષભ પંતના હાથમાં છે. આશા રાખવામાં આવી રહી છે કે, દિલ્લીની ટીમ આ વર્ષે ટાઇટલ જીતશે. મહત્વનું છે, કે ગૌતમ ગંભીર, ડેસ સ્ટેઈન સહિત 4 દિગ્ગજ ખેલાડીઓ કહ્યું કે, દિલ્લી આ વખતે પણ આઇપીએલનું ટાઇટલ નહી જીતી શકે. આ દિગ્ગજ ખેલાડીઓએ કહ્યું કે, દિલ્લી આ વર્ષે પ્લેઓફમાં પણ નહી કરી શકે, અને તે પાંચમાં સ્થાન પર રહેશે. ગૌતમ ગંભીર સહિત અજીત અગરકર અને ડેલ સ્ટેઈને પણ કહ્યું કે, દિલ્લી પ્લેઓફમાં જગ્યા બનાવવામાં પણ અસફળ રહશે.

    પંત પર રહેશે દબાણ
    ઈયાની બિશપે દિલ્લી કેપીટલ્સની સૌથી મોટી માઇનસ પોઇન્ટ ઋષભ પંતની કેપ્ટનશીપ જણાવી હતી. બિશપના અનુસાર આઇપીએલ જેવી ટૂર્નામેન્ટમાં પંતને કેપ્ટનશીપમાં ફાઇનલમાં પહોંચવું ખુબ જ મુશ્કેલ બની જશે. ત્યારે બીજી બાજુ ગૌતમ ગંભીરે કહ્યું કે, દિલ્હીની ટીમ માટે સૌથી વધારે રન પૃથ્વી શો બનાવી શકે છે, જ્યારે ડેઇલ સ્ટેઈને કહ્યું કે, પંતની ફોર્મ જોતા એવું લાગી રહ્યુ છે, તે દિલ્લીનો મોટો મેચ વિનર સાબિત થઇ શકે છે.

    ખાનગી અને સરકારી કચેરીઓમાં વેક્સીનની તૈયારી, સરકારે બહાર પાડી SOP

    દિલ્લીની ટીમે ક્યાં 4 વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપવી જોઇએ તે બાબત પર કહ્યું કે, રીકીં પોન્ટીંગ સૌથી પહેલા સ્ટીવ સ્મિથને ચાન્સ આપશે. અજીત અગરકર અને ડેલ સ્ટેઈન અનુસાર શિમરન હેટમાયરને પ્લેઈંગ ઈલેવનમાં ચાન્સ આપવો ટીમ માટે સૌથી મહત્વનો સાબિત થઇ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: