ફરી એક વખત ટીમ ઇન્ડિયાના કોચ બનશે કર્સ્ટન! આ ખેલાડીઓ સાથે છે રેસ

News18 Gujarati
Updated: December 15, 2018, 3:57 PM IST
ફરી એક વખત ટીમ ઇન્ડિયાના કોચ બનશે કર્સ્ટન! આ ખેલાડીઓ સાથે છે રેસ
ફરી એક વખત ટીમ ઇન્ડિયાના કોચ બનશે કર્સ્ટન!

2011માં વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીત પછી કર્સ્ટને અંગત કારણોસર ભારતીય ટીમનું કોચ પદ છોડી દીધું હતું

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમને 2011માં કોચ તરીકે વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન ગેરી કર્સ્ટન ફરી એક વખત ટીમ ઇન્ડિયાના કોચ બની શકે છે. જોકે આ વખતે તે ભારતની મેન્સ ટીમને નહીં પણ વિમેન્સ ટીમને કોચિંગ આપી શકે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં થયેલા વિવાદ અને કોચ રમેશ પોવારની હકાલપટ્ટી પછી બીસીસીઆઈ 20 ડિસેમ્બરે નવા કોચ માટે ઇન્ટરવ્યૂ કરશે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ગેરી કર્સ્ટને આ પદ માટે અરજી કરી છે. ગેરીએ આ પહેલા આ પદ વિશે જાણકારી માંગી હતી અને હવે ખબર છે કે તેણે અરજી કરી દીધી છે. બીસીસીઆઈએ આ પદના ઇન્ટરવ્યૂ માટે એક એડહોક ક્રિકેટ એડવાઇઝર કમિટી બનાવી છે. જેમાં પૂર્વ સુકાની કપિલ દેવ અને અંશુમાન ગાયકવાડ સામેલ છે.

ગેરી કર્સ્ટન 2008માં ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. ભારતીય ટીમ કોચ ગ્રેગ ચેપલના વિવાદમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે ગેરી કર્સ્ટને કોચ તરીકેની કામગીરી સંભાળી હતી. એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાને તે સમયે મળેલી સફળતામાં કર્સ્ટનની મહત્વની ભૂમિકા હતી.

આ પણવાંચો - એકસમયે કપિલ દેવ પર લગાવ્યો હતો મેચ ફિક્સિંગનો આરોપ, હવે તેની પાસે જ આપશે ઇન્ટરવ્યૂ

2011માં વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીત પછી કર્સ્ટને અંગત કારણોસર ભારતીય ટીમનું કોચ પદ છોડી દીધું હતું. હવે તેમણે મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે અરજી કરતા કોચની રેસમાં સૌથી આગળ આવી ગયા છે.

કર્સ્ટન સિવાય હર્ષલ ગિબ્સ અને 1996માં શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચ ડેવ વ્હોટમોરે પણ આ પદ માટે અરજી કરી છે. ભારતીય કોચોમાં અતુલ બેદાડે, ડેવિડ જોનસન, મનોજ પ્રભાકર અને રાકેશ શર્મા સામેલ છે. મહિલા ટીમના વિવાદાસ્પદ કોચ રમેશ પોવારે પણ પોતાની અરજી બોર્ડને મોકલાવી છે.જાણકારી પ્રમાણે આ વખતે મહિલા ટીમના કોચની ફી વધારવામાં આવી શકે છે.
First published: December 15, 2018, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading