GarjegaGujarat : 'કબડ્ડી શરીર સૌષ્ઠવ વધારતો અને ઝિંદાદિલ ખેલ છે, તેની જાગૃતિ લાવવા અમે પ્રયત્નશીલ છીએ"

News18 Gujarati
Updated: November 16, 2018, 6:50 PM IST
GarjegaGujarat : 'કબડ્ડી શરીર સૌષ્ઠવ વધારતો અને ઝિંદાદિલ ખેલ છે, તેની જાગૃતિ લાવવા અમે પ્રયત્નશીલ છીએ
સામાન્ય ઘર-પરિવારમાંથી આવતા સારા ખેલાડીઓ તૈયાર થાય અને તેમની રમતના બળે ક્રિકેટ અને અન્ય ખેલોની માફક તેઓ પણ નામ-દામ કમાય તે માટે એક મંચ પૂરો પાડવાની અમારી નેમ છે

સામાન્ય ઘર-પરિવારમાંથી આવતા સારા ખેલાડીઓ તૈયાર થાય અને તેમની રમતના બળે ક્રિકેટ અને અન્ય ખેલોની માફક તેઓ પણ નામ-દામ કમાય તે માટે એક મંચ પૂરો પાડવાની અમારી નેમ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

આજથી શરુ કરીને એટલે કે, 16મી નવેમ્બરથી 22 નવેમ્બર, 2018 દરમિયાન - એક અઠવાડિયા સુધી અમદાવાદના આંગણે પ્રૉ-કબડ્ડી લીગ-મેચનો પ્રારંભ થઇ રહ્યો છે. આ મેચમાં 12  ટીમો ભાગ લઇ રહી છે. જેમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ, બંગાળ વોરિયર્સ, બેંગલુરુ બૂલ્સ, યુપી યોદ્ધા, દબંગ દિલ્હી કે.સી., યુ મુમ્બા, પટના પાઇરેટ્સ, પિન્ક પેન્થર્સ, પુણેરી પલટન, તમિલ થલાઈવા  અને હરિયાણા સ્ટીલર્સનો સમાવેશ થાય છે.

'ધ પ્રૉ-કબડ્ડી લીગ' જે અત્યારે "વિવો પ્રૉ-કબડ્ડી લીગ" તરીકે જાણીતું છે તેનો પ્રારંભ 2014થી થયો. આ ફ્રેન્ચાઈઝ આધારિત મૉડેલમાં 12 ટિમો ભાગ લઇ રહી છે.

ગુજરાતની કબડ્ડીની ટીમને પ્રોત્સાહિત કરવાનું બીડું અદાણી-વિલ્મર કંપનીએ ઝડપ્યું છે. કદાચ, એટલે જ ગુજરાતની ટિમ " ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ"ના નામથી મેદાનમાં ઉતરી રહી છે. કબડ્ડી જ કેમ ? આ સવાલ થવો સ્વાભાવિક છે. જો કે આ અંગે News18Gujarati.Com દ્વારા જાણકારી મેળવવાનો વધુ પ્રયાસ થયો ત્યારે  આનંદની લાગણી થઇ.

અદાણી વિલ્મેરના ચીફ ઓપરેટિંગ ઓફિસર અંગ્શુ મલ્લિકે News18Gujarati.Com સાથેની એક્સકલુઝિવ વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, હું માનું છું કે આપણા દેશમાં રમતનો ભગવાન એટલે ક્રિકેટ ! ક્રિકેટનું પૂરતું વ્યાવસાયીકરણ થઇ ગયું છે અને આ ગેમ લોકપ્રિય છે. જો કે, રાષ્ટ્રીય ખેલ તરીકે કબડ્ડીનું પણ વિશેષ મહત્વ છે. આ એવી રમત છે જે શરીરને પરિશ્રમ કરાવે છે. શરીર સૌષ્ઠવ વધારતો અને ઝિંદાદિલ ખેલ છે, કબડ્ડી"

'અદાણી-વિલ્મેર હંમેશા આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો પુરા પાડવા માટે જાણીતું-અગ્રેસર છે. સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્યવને આગળ લઇ જતા અમે શરીરને સમગ્રતયા પોષિત કરે તંદુરસ્ત રાખે તેવી રમતને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે અને આ મામલે કબડ્ડીથી સારી રમત કઈ હોઈ શકે ? આ કારણે જ અમે ગુજરાતની ટીમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. એટલું જ નહિ, સામાન્ય ઘર-પરિવારમાંથી આવતા સારા ખેલાડીઓ તૈયાર થાય અને તેમની રમતના બળે ક્રિકેટ અને અન્ય ખેલોની માફક તેઓ પણ નામ-દામ કમાય તે માટે એક મંચ પૂરો પાડવાની અમારી નેમ છે.''અમે તો આગામી સમયમાં શાળા સ્તરની અને જિલ્લા સ્તરની કબડ્ડીની સ્પર્ધાઓ થાય તેવું પણ ઇચ્છીયે છીએ અને તે દિશામાં પ્રયત્નશીલ છીએ", તેવું અંગ્શુ મલ્લિકે ઉમેર્યું હતું.

હવે જયારે આગામી સાત દિવસ સુધી કબડ્ડીની આ લીગ મેચો રમવાની છે ત્યારે 'ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ' ઉપર બધાની મીટ મંડાશે। આ રમત ટ્રાન્સ-સ્ટેડિઆ, અમદાવાદ ખાતે ખેલાશે.
First published: November 16, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading