શું MS ધોની T-20 વર્લ્ડ કપ રમશે? ગાંગુલીએ આ જવાબ આપ્યો

News18 Gujarati
Updated: December 1, 2019, 10:02 PM IST
શું MS ધોની T-20 વર્લ્ડ કપ રમશે? ગાંગુલીએ આ જવાબ આપ્યો
મહેન્દ્રસિંહ ધોનીની ફાઇલ તસવીર

MS ધોની (MS Dhoni) જુલાઈમાં ઇંગ્લેન્ડમાં યોજાયેલી વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતની હાર થઈ ત્યાર બાદ નથી રમી રહ્યા

  • Share this:
મુંબઈ : સૌરવ ગાંગુલી (Saurav Ganguly)ને જ્યારે પૂછવામાં આવ્યું કે વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) આગામી વર્ષે ઑસ્ટ્રેલિયાએ (Australia)માં યોજાનાર ICC વર્લ્ડ T-20માં રમશે કે નહીં? ત્યારે બીસીસીઆઈના પ્રમુખ (BCCI President) સૌરવ ચાંકી ગાંગુલીએ ટૂંકો અને ટચ જવાબ આપ્યો હતો. MS ધોની (MS Dhoni) જુલાઈમાં ઇંગ્લેન્ડમાં યોજાયેલી વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતની હાર થઈ ત્યાર બાદ ધોની નથી રમી રહ્યા.

BCCIની AGM
ગાંગુલીએ પત્રકારોના સવાલ પર જવાબ આપ્યો કે આ મામલે તમે ધોનીને જ સીધો સવાલ કરો. આજે BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ AGM યોજાઈ હતી. આ મીટિંગ બાદ ગાંગુલી બોર્ડની 88મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરી રહ્યા હતા. ધોનીએ પોતે જણાવ્યું હતું કે તેઓ જાન્યુઆરી સુધી ટીમમાંથી બહાર રહેવા અંગે જવાબ નહીં આપે.

આ પણ વાંચો : વિરાટ કોહલીને ગુસ્સો આવ્યો, કહ્યુ- અનુષ્કાનું નામ વચ્ચે કેમ ખેંચો છો?

ગાંગુલીએ ધોનીના ભવિષ્યની માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો
થોડા દિવસો પહેલાં જ ગાંગુલીએ ધોનીના ભવિષ્ય વિશે નિર્ણય કરવામાં હજી સમય છે તેવો સંકેત આપ્યો હતો. તેમે કહ્યું હતું કે ટીમની થિંક ટેંક ધોનીના ભવિષ્ય અંગે સ્પષ્ટ છે અને તેમને ખબર છે તેમણે શું કરવાનું છે. જોકે, ગાંગુલીએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે હાલમાં આ વિષયની કોઈ પણ ચર્ચા જાહેર નહીં કરાય.

આ પણ વાંચો : ઉદ્ધવ સરકારનો મોટો દાવ, મહારાષ્ટ્રમાં 80 ટકા ખાનગી નોકરીઓ સ્થાનિકો માટે અનામત

ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે અગાઉ જ કહી ચુક્યા છે કે તેમની પેનલ ધોનીથી આગળ વધી ચુકી છે. ધોનીએ બાબતથી સંપૂર્ણપણે વાકેફ છે કે ઑસ્ટ્રેલિયામાં યોજાનારી વર્લ્ડ T-20માં પંત જેવા યુવાનોને તક આપવામાં આવશે.

જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ધોનીના ભવિષ્ય અંગેનો નિર્ણય આઇપીએલ બાદ થશે. ધોનીને કેપ્ટનશીપમાં ભારત વર્ષ 2007માં વર્લ્ડ ટી-20 અને 2011ના વર્લ્ડ કપ સાથે વર્ષ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીત્યુ હતું.

 
First published: December 1, 2019, 9:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading