19 વર્ષ જૂનું બ્લેઝર પહેરી BCCIનો બોસ બન્યો સૌરવ ગાંગુલી, જાણો કેમ

News18 Gujarati
Updated: October 23, 2019, 10:37 PM IST
19 વર્ષ જૂનું બ્લેઝર પહેરી BCCIનો બોસ બન્યો સૌરવ ગાંગુલી, જાણો કેમ
સૌરવ ગાંગુલી પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યો ત્યારે બ્લેઝર પહેરીને આવ્યો હતો

સૌરવ ગાંગુલી પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યો ત્યારે બ્લેઝર પહેરીને આવ્યો હતો

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ(Indian Team)નો દાદા, બંગાળ ટાઇગર અને પ્રિન્સ ઓફ કોલકાતાના નામથી પ્રખ્યાત સૌરવ ગાંગુગી (Sourav Ganguly) બીસીસીઆઈ અધ્યક્ષ (BCCI President) બન્યા પછી અલગ અંદાજમાં પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચ્યો હતો. ચહેરા ઉપર તે જ આત્મવિશ્વાસ, તે જ હાસ્ય અને એવો જ અંદાજ હતો. આ દરમિયાન એક ખાસ વાત પણ જોવા મળી હતી. સૌરવ ગાંગુલી પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યો ત્યારે બ્લેઝર પહેરીને આવ્યો હતો. આ કોઈ સામાન્ય બ્લેઝર ન હતું. ગાંગુલીને આ વિશે પુછવામાં આવ્યું તો તેણે ખુલાસો કર્યો હતો કે બીસીસીઆઈના અધ્યક્ષ બનવાના મહત્વના પ્રસંગે આ બ્લેઝર કેમ પહેર્યું હતું.

સૌરવ ગાંગુલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડિયન ટીમ(Indian Team)નું બ્લેઝર પહેરીને આવ્યો હતો. તેને આ વિશે સવાલ કર્યો તો ગાંગુલીએ જવાબ આપ્યો હતો કે આ બ્લેઝર મેં 2000માં પહેર્યું હતું જ્યારે મેં પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. જેથી મેં બીસીસીઆઈ(BCCI)નું કામકાજ સંભાળતા સમયે આ જ બ્લેઝર પહેરવાનો નિર્ણય કર્યો હતો. મને તેનો અંદાજ ન હતો કે આ આટલું ઢીલું આવશે.

આ પણ વાંચો - આવી છે BCCIની નવી ટીમ, જાણો કોને મળી છે કઈ જવાબદારી

બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પછી પહેલી વખત પત્રકારો સાથે વાત કરી રહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે બોર્ડની પ્રતિષ્ઠા સાથે કોઈ સમજુતી કરવામાં આવશે નહીં અને ભ્રષ્ટાચાર મુક્ત કામકાજ થશે. ટીમ ઇન્ડિયાની આગેવાની કરતા મેં આ જ કામ કર્યું હતું અને બીસીસીઆઇની આગેવાનીમાં પણ આ જ કામ કરીશ. ગાંગુલીએ આગામી ત્રણ સપ્તાહમાં બીસીસીઆઈની એજીએમ બોલાવવાની વાત કહી હતી.

સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ અધ્યક્ષનો કાર્યકાળ 9 મહિનાનો જ રહેશે. ગાંગુલી 2014માં બંગાળ ક્રિકેટ ઍસોસિયેશનના સંયુક્ત સચિવ બન્યા હતા. જેથી જુલાઈ 2020માં કેબના પદાધિકારી તરીકે 6 વર્ષ પુરા થશે. આ પછી કૂલિંગ ઓફ પીરિયડ શરુ થશે. જે ત્રણ વર્ષનો રહેશે. આ દરમિયાન તે કોઈ પદ ઉપર રહી શકશે નહીં.
First published: October 23, 2019, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading