Home /News /sport /1974 થી 2021 સુધીના ભારતીય ટીમના આ રહ્યા તમામ કેપ્ટનો, જાણો કોણ છે સૌથી સફળ
1974 થી 2021 સુધીના ભારતીય ટીમના આ રહ્યા તમામ કેપ્ટનો, જાણો કોણ છે સૌથી સફળ
ફાઈલ તસવીર
ભારતીય ટીમ 1974 થી વન-ડે મેચ રમવાની શરૂઆત કરી હતી. મહત્વનું છે 1974થી અત્યાર સુધીમાં 24 કેપ્ટનો ભારતીય ટીમને મળ્યા છે. જેમાં અત્યાર સુધી વન-ડેમાં ભારતે અત્યાર સુધીમાં 2 વન-ડે વર્લ્ડ કપ જીત્યા છે. જેમાં સૌથી સફળ મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ, મોહમ્મદ અજરૂદ્દીન, સૌરવ ગાંગુલી અને રોહુલ દ્રવિડનો સમાવેશ થાય છે.
અમદાવાદ: ભારતીય ટીમ 1974 થી વન-ડે મેચ રમવાની શરૂઆત કરી હતી. મહત્વનું છે 1974થી અત્યાર સુધીમાં 24 કેપ્ટનો ભારતીય ટીમને મળ્યા છે. જેમાં અત્યાર સુધી વન-ડેમાં ભારતે અત્યાર સુધીમાં 2 વન-ડે વર્લ્ડ કપ જીત્યા છે. જેમાં સૌથી સફળ મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ, મોહમ્મદ અજરૂદ્દીન, સૌરવ ગાંગુલી અને રોહુલ દ્રવિડનો સમાવેશ થાય છે.
કપિલ દેવની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત
કપિલ દેવે નવેમ્બર 1975થી હરિયાણા તરફથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. કપિલ દેવએ તે સિઝનમાં 30 મેચોમાં 121 વિકેટ લીધી હતી. ત્યાર પછી કપિલ દેવ એક પછી એક સફળતાના પગથિયાં ચડવા લાગ્યો. ઈરાની ટ્રોફી, દિલીપ ટ્રોફી અને વિલ્સ ટ્રોફી માટેની મેચમાં તેની પસંદગી થઈ. તેમણે 1978માં પાકિસ્તાન સામે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ ની શરૂઆત કરી. કપિલ દેવ એક માત્ર ભારતીય ફાસ્ટ બોલર છે કે જેણે ટેસ્ટ મેચમાં 434 વિકેટ હાંસલ કરી છે. ભારતના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં કપિલ દેવનું સ્થાન ટોચ પર છે.
1983માં ભારતને વર્લ્ડ કપનો જીતાડનાર પ્રથમ કેપ્ટન
સતત બે વખત વિશ્વ વિજેતા બનનાર વેસ્ટ ઇન્ડીઝ ને હરાવવું તે ચમત્કાર જ હતો અને તે ચમત્કાર કપિલ દેવ અને તેની ટીમે હાંસલ કર્યો હતો. વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે ભારતની 17 રન પર 5 વિકેટ ગુમાવી હતી ત્યાર પછી કપિલ દેવની અણનમ 175 રનની ઇનિંગ ભારતીય ક્રિકેટના ચાહકો ક્યારે પણ ભૂલી નહીં શકે. વર્લ્ડ કપ ફાઈનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે વિવિયન રિચડ્સનો લાજવાબ કેચ વર્લ્ડ કપ જીત માટે મોટો ટર્નીગ પોઇન્ટ સાબિત થયો હતો.
મહેન્દ્રસિંહ ધોનીએ ભારતને 28 વર્ષ બાદ ફરી જીતાડ્યો વર્લ્ડ કપ
ધોનીની ગણતરી ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કૅપ્ટનમાં થાય છે. તેને પાંચ વર્લ્ડકપ જીતવાની ઈચ્છા હતી. જોકે, તે ચેમ્પિયન ટ્રોફી જીતવામાં સફળ રહ્યો હતો. 2020માં તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી. અત્યારે ધોની આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમી રહ્યો છે.
ધોનીનું શાનદાર કરિયર અત્યાર સુધી કરિયરની વાત કરીએ તો ધોનીએ 350 વનડે રમી છે અને 10 સદી તથા 73 અડધી સદીની મદદથી 10773 રન બનાવ્યા છે, જ્યારે 90 ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. વનડે વિશ્વકપ-2019મા પોતાની અંતિમ વનડે રમનાર ધોની હાલ ક્રિકેટથી આરામમાં છે.