મોટેરા સ્ટેડિયમમાં જય શાહની ટીમ, સૌરવ ગાંગુલીની ટીમ સામે ફ્રેન્ડલી મેચમાં 28 રને જીતી

મોટેરા સ્ટેડિયમમાં જય શાહની ટીમ, સૌરવ ગાંગુલીની ટીમ સામે ફ્રેન્ડલી મેચમાં 28 રને જીતી
સેક્રેટરી ઇલેવન જય શાહની ટીમ 28 રને વિજેતા બની હતી.

સેક્રેટરી ઇલેવન જય શાહની ટીમ 28 રને વિજેતા બની હતી.

  • Share this:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સભા અમદાવાદ ખાતે આજે ગુરૂવારે યોજાશે. તે પહેલા BCCIના હોદેદારો અમદાવાદ ખાતે પહોંચી ગયા છે. અહીં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે બુધવારે બપોરે 3 કલાકે એક ફ્રેન્ડલી મેચ રમાઇ હતી. મેચ પહેલાં તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરાયાં હતાં. જય શાહ અને સૌરવ ગાંગુલીની ટીમ વચ્ચે 12-12 ઓવરની ફ્રેન્ડલી મેચ રમાઇ હતી. જેમાં સેક્રેટરી ઇલેવન જય શાહની ટીમ 28 રને વિજેતા બની હતી.

સૌરવ ગાંગુલીએ માર્યા 53 રન



પ્રથમ બેટીંગ કરતાં સૌરવ ગાંગુલીની ટીમે (પ્રેસિડેન્ડXI) 4 વિકેટે 100 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં સૌરવ ગાંગુલી સૌથી વધુ 53 રન બનાવ્યાં હતાં. તેની સામે જય શાહની ટીમે (સેક્રેટરીXI) 12 ઓવરમાં ત્રણ વિકેટે 128 રન કર્યા હતાં. જેમાં જય શાહે સૌથી વધુ 38 રન બનાવ્યા હતાં.

ધન રાશિના જાતકો આજે વાદવિવાદથી બચજો, જાણો 24 ડિસેમ્બરનું આપનું રાશિફળ

મેચ બાયોબબલમાં રમાડવામાં આવી

ત્યારે કોરોના સમયમાં તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તેમજ સેફ્ટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ મેચ પણ બાયોબબલમાં રમવામાં આવી હતી. મહત્વનું છે કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે. અહીં ચાર મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાશે. તે સિવાય ઇંગ્લેન્ડ સિરીઝની ચોથી મેચ પણ અહીં જ રમાશે.

રાજ્યમાં નાતાલ અને નવા વર્ષના તહેવારો અંગે SOP જાહેર, 'કોઇ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહી'



ઉલ્લેખનિય છે કે, એક લાખ 10 હજાર દર્શકોની ક્ષમતા ધરાવનાર આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. જેમાં ભારતીય ટીમ બે ડે-નાઇટ ટેસ્ટ મેચ સિવાય પાંચ T-20 ઇન્ટરનેશનલ મેચ પણ અમદાવાદ ખાતે જ રમશે. મહત્વનું છે કે આ એજ સ્ટેડિયમ છે જ્યાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પનો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો.



આજે ગુરુવારે અમદાવાદની તાજ હોટલ ખાતે BCCIની વાર્ષિક બેઠક યોજાશે. જેમાં બે નવી આઇપીએલ ફ્રેન્ચાઇઝી અને BCCIના નવા વાઇસ પ્રેસિડેન્ટ અંગેની ચર્ચા થઇ શકે છે. આ તકે આઇપીએલની 10 ટીમની ભાગીદારીને પણ મંજૂરી મળી શકે છે. જેમાં ગૌતમ અદાણી અને સંજીવ ગોએન્કા ટીમોને ખરીદવામાં રસ ધરાવી રહ્યાં છે.

(માહિતી અને તસવીરો - મયુર માંકડિયા)
Published by:Kaushal Pancholi
First published:December 24, 2020, 07:32 am