French Open: રાફેલ નડાલે જીત્યો 13મો ખિતાબ, ફેડરરના સૌથી વધારે ગ્રેન્ડસ્લેમની બરોબરી કરી

News18 Gujarati
Updated: October 11, 2020, 11:23 PM IST
French Open: રાફેલ નડાલે જીત્યો 13મો ખિતાબ, ફેડરરના સૌથી વધારે ગ્રેન્ડસ્લેમની બરોબરી કરી
નાડેલની ફાઈલ તસવીર

રાફેલ નડાલે આ નવી જીત સાથે પુરુષ સિંગલ્સમાં સૌથી વધારે ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીતનાર રોઝર ફેડરરના રેકોર્ડની બરોબરી કરી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ ક્લે કોર્ટના કિંગ રાફેલ નડાલે (Rafael Nadal) ફ્રેન્ચ ઓપરનનો ખિતાબ એકવાર ફરીથી પોતાના નામે કર્યો છે. તેમણે રવિવારે રમાયેલા ફાઈનલ મુકાબલાતમાં ટોપ સીડ નોવાક જોકોવિચના (Novak Djokovic) પડકારને ચપટીમાં જ ખતમ કરી દીધી હતી. સર્બિયાના જોકોવિચ આ સમયે દુનિયાના નંબર વન ખેલાડી છે. પરંતુ નડાલે તેને સરળતાથી હરાવી દીધા હતા જાણે તેની સામે કોઈ નાનું બાળક હોય. રાફેલ નડાલે આ નવી જીત સાથે પુરુષ સિંગલ્સમાં સૌથી વધારે ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીતનાર રોઝર ફેડરરના રેકોર્ડની બરોબરી કરી હતી. સ્વિંગ કિંગ ફેડરરે 20 ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. નડાલનો આ 13મો ફ્રેન્ચ ઓપન (French Open) અને કુલ મળીને 20મો ગ્રેન્ડસ્લેમ ખિતાબ છે.

રાફેલ નડાલે ફાઈનલમાં વર્લ્ડ નંબર-1 સર્બિયાઈ સ્ટાર નોવાક જોકોવિચને સીધે સેટોમાં 6-0, 6-2, 7-5થી માત આપી હતી. આ મુકાબલો 2 કલાકને 41 મિનિટ સુધી ચાલ્યો હતો. 18મો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ માટે ઉતરેલા જોકોવિચ, નડાલ નડાલની સામે ટકી શક્યા નહીં. આ તેમની રોલાં ગૈરાં ઉપર નડાલની 100મી જીત છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?

ઉલ્લેખનીય છે કે ફ્રેન્ચ ઓપનમાં નડાલ અને જોકોવિચનો સામનો 8મી વખત થયો હતો. અને નડાલ 7મી વખત જીત્યા હતા. ઓવર ઓલ ગ્રેન્ડસ્લેમની વાત કરીએ તો બંને વચ્ચે 16મો મુકાબલો હતો અને નડાલે 10મી જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવીઉલ્લેખનીય છે કે આ પહેલા નોવાક જોકોવિચે સેમિફાઈનલમાં પાંચ સેટના મેરેથોન મુકાબલામાં સ્ટેફાનોસ સિસિપાસને હરાવીને ફ્રેન્ચ ઓપન ફાઈનલમાં જગ્યા મેળવી હતી. જ્યારે નડાલે 12મી વરિયતા પ્રાપ્ત ડિએગો શ્ચાર્ત્ઝેમેનને ફ્રેન્ચ ઓપનના સેમિફાઈનલમાં હરાવ્યો હતો.

ઈગા સ્વિતેકે જીત્યો મહિલા સિંગલ્સનો ખિતાબ
આ પહેલા શનિવારે 19 વર્ષીય ઈગા સ્વિતેક (Iga Swiatek)એ ફ્રેન્ચ ઓપનનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. પોલેન્ડની ઈગા સ્વિતેકે ફાઇનલમાં અમેરિકાની સોફિયા કેનિન (Sofia Kenin)ને સીધા સેટમાં હરાવ્યી હતી.


તેમણે માત્ર ફાઇનલ જ નહીં આખી ટૂર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યો નહતો. આ તેમનો પહેલો ગ્રેન્ડસ્લેમ ખિતાબ છે. ઈગા સ્વિતેક આ સાથે જ પોલેન્ડની એવી પહેલી ખેલાડીઓ બની ગઈ છે જે સિંગલ્સમાં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની છે.
Published by: ankit patel
First published: October 11, 2020, 11:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading