ફ્રેન્ચ ઓપન 2018 : બોપન્ના-વેસેલિને સર્જયો અપસેટ, ટોચની જોડીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં કરી એન્ટ્રી

  • Share this:
    ભારતના રોહન બોપન્ના અને ફ્રાન્સનો તેમનો જોડીદાર એડુઆર્ડ રોજર વેસેલિને ફ્રેન્ચ ઓપનના પુરૂષ વર્ગની ક્વોર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બોપન્ના અને વેસલિનની જોડીએ શનિવારે વરીય માર્સેલો મેલો અને લુકાજ કુબોટને માત આપીને ક્વોર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતીય અને ફ્રાન્સિસી ખેલાડીની 13માં રેન્કની જોડીએ બ્રાઝીલ-પોલેન્ડના ખેલાડીની જોડીને એક કલાક 30 મીનિટ સુધી ચાલેલા મેચમાં ત્રીજા રાઉન્ડમાં 6-4, 7-6થી હરાવીને અપસેટ સર્જિ દીધો હતો.

    આ ત્રીજી વખત છે, જ્યારે બોપન્ના રોલાં ગેરોમાં ક્વોર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા છે. તેમને 2011 અને 2016માં પણ આ ટૂર્નામેન્ટના અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. બોપન્ના અને રોજર- વાસેલિનને બ્રેકની 06 સંભાવનાઓમાંથી પાંચનો બચાવ કરવાની સાથે પોતાના વિરોધીઓની સર્વિસ પર બે બ્રેકપોઈન્ટ પણ મેળવ્યા હતા. સેમીફાઈનલમાં જગ્યા નક્કી કરવા માટે તેમની ટક્કર નિકોલ મેક્ટિક અને એલેક્જેન્ડર પેયાની જોડી સાથે થશે. બોપન્ના લાલ બજરી પર રમાનાર આ ગ્રેંડસ્લેમના ખિતાબી મુકાબલામાં એકમાત્ર ભારતીય બચ્યો છે, કેમ કે અન્ય બધાને હારનો સામનો કરવો પડ્યો હતો.
    Published by:Mujahid Tunvar
    First published: