Home /News /sport /Asia Cup 2022: વર્લ્ડ કપ જીતવા નીકળ્યા હતા એશિયા કપમાં જ ધબડકો, આ ચાર ભૂલો ભારે પડી

Asia Cup 2022: વર્લ્ડ કપ જીતવા નીકળ્યા હતા એશિયા કપમાં જ ધબડકો, આ ચાર ભૂલો ભારે પડી

રોહિત બ્રિગેડ પોતાના પ્રથમ મોટો ટેસ્ટમાં ફેઇલ થઇ ગઈ છે

Asia Cup 2022 : એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં સતત બીજા પરાજય સાથે જ ટીમ ઇન્ડિયાના અભિયાનનો લગભગ અંત આવી ગયો છે, આગામી ટી-20 વર્લ્ડ કપને હવે 40 દિવસની જ વાર છે ત્યારે ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી છે

    એશિયા કપના (Asia Cup 2022) સુપર-4 રાઉન્ડમાં સતત બીજા પરાજય સાથે જ ટીમ ઇન્ડિયાના અભિયાનનો લગભગ અંત આવી ગયો છે. ભારતીય ટીમનો (India Vs Sri Lanka)ત્રણ દિવસમાં બીજો પરાજય છે. ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન સામે હારી હતી. હવે કોઇ ચમત્કાર જ ભારતને ફાઇનલમાં પહોંચાડી શકે છે. ભારત હવે 8 તારીખે અફઘાનિસ્તાન સામે રમશે. રોહિત બ્રિગેડ પોતાના પ્રથમ મોટો ટેસ્ટમાં ફેઇલ થઇ ગઈ છે. આગામી ટી-20 વર્લ્ડ કપને હવે 40 દિવસની જ વાર છે ત્યારે ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી છે. એશિયા કપમાં રોહિત ચાર ભૂલો જણાવી રહ્યા છીએ.

    મિડલ ઓર્ડરનો ધબડકો


    રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવે શાનદાર બેટિંગ કરીને શરૂઆતી ધબડકા પછી ભારતની સ્થિતિ સંભાળી હતી. એકસમયે ભારતનો સ્કોર 2 વિકેટે 109 રન હતો. અહીંથી લાગતું હતું કે ભારત આસાનીથી 190ની આસપાસ સ્કોર બનાવશે. જોકે મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યા. ઋષભ પંત, દીપક હુડા અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા ન હતા.

    દિનેશ કાર્તિકને બહાર બેસાડવાનો ખરાબ નિર્ણય


    ટીમ કોમ્બિનેશને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે. પંત ખરાબ ફોર્મમાં હોવા છતા તેને અંતિમ ઇલેવનમાં તક આપવામાં આવી હતી. જ્યારે દિનેશ કાર્તિક શાનદાર ફોર્મમાં હોવા છતા તેને બહાર બેસાડ્યો હતો. વિકેટકિપિંગમાં પણ પંતે અંતિમ ક્ષણોમાં સ્ટમ્પિંગ મીસ કર્યા હતા. જે ટીમને ભારે પડ્યા છે. દિનેશ કાર્તિકને કેમ ના રમાડ્યો તે એક સવાલ પ્રશંસકો કરી રહ્યા છે.

    આ પણ વાંચો - એશિયા કપમાંથી ભારત લગભગ બહાર, હવે કોઇ ચમત્કાર જ ફાઇનલમાં પહોંચાડી શકે

    ફાસ્ટ બોલરોનું ખરાબ પ્રદર્શન


    જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ભારતીય ફાસ્ટ બોલર એશિયા કપમાં સંઘર્ષ કરી રહ્યા છે. ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. ભુવનેશ્વરે 4 ઓવરમાં 30 રન આપ્યા હતા અને એકપણ વિકેટ ઝડપી ન હતી. બીજી તરફ અર્શદીપ સિંહે 3.5 ઓવરમાં 40 રન આપ્યા હતા અને એકપણ વિકેટ મળી ન હતી.

    ટોસ ગુમાવવો ભારે પડ્યો


    દુબઈના મેદાન પર ટોસ જ બોસ સાબિત થઇ રહ્યો છે. જે મેચ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરે તે ટીમ મોટાભાગે જીત મેળવતી હોય છે. આ મેચમાં પણ રોહિત શર્માએ ટોસ ગુમાવી અડધી મેચ ગુમાવી દીધી હતી. પાકિસ્તાન સામે પણ ટોસ હાર્યા પછી પરાજય થયો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asia Cup, IND VS SL, India vs Sri Lanka

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन