‘ગજવા-એ-હિંદ’ ના સપના જોઈ રહ્યો છે શોએબ અખ્તર, કહ્યું- કાશ્મીર પર કરીશું કબજો અને ભારત પર હુમલો

‘ગજવા-એ-હિંદ’ના સપના જોઈ રહ્યો છે શોએબ અખ્તર, કહ્યું- કાશ્મીર પર કરીશું કબજો અને ભારત પર હુમલો

પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

  • Share this:
    નવી દિલ્હી : પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) ‘ગજવા-એ-હિંદ’ના સપના જોઈ રહ્યો છે. તેણે કહ્યું કે અમે કાશ્મીર પર કબજો કરીશું અને તે પછી ભારત પર હુમલો કરીશું. અખ્તરે આ વાત સમા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહી છે. અખ્તરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોઈ પાકિસ્તાની ક્રિકેટરે કાશ્મીર અને ભારત સામે ઝેર ઓક્યું હોય તેવો પ્રથમ બનાવ નથી. આ પહેલા શાહિદ આફ્રિદી, જાવેદ મિયાંદાદ જેવા ક્રિકેટર ભારત સામે બોલતા રહ્યા છે.

    સમા ટીવીના ઇન્ટરવ્યૂનો આ વીડિયો જૂનો બતાવવામાં આવી રહ્યો છે. જેમાં અખ્તર ‘ગજવા-એ-હિંદ’ વિશે વાત કરતો જોવા મળે છે. ‘ગજવા-એ-હિંદ’નો મતલબ છે ભારત સામે પવિત્ર યુદ્ધ.

    આ ઇન્ટરવ્યૂમાં અખ્તર કહી રહ્યો છે કે આપણા પાક પુસ્તકમાં લખ્યું છે કે ‘ગજવા-એ-હિંદ’જગ્યા લેશું અને નદી બે વખત લોહીથી લાલ રંગની થશે. અફઘાનિસ્તાનથી સેના અટોક સુધી પહોંચશે. શમલ મશરિકથી ઉઠ્યા પછી ઉઝબેકિસ્તાનથી અલગ-અલગ દળ પહોંચશે. આ બધું એક ઐતિહાસિક ક્ષેત્ર ખોરાસનને બતાવે છે, જે લાહોર સુધી ફેલાયેલ હતું.

    આ પણ વાંચો - IPL 2022માં 10 ટીમો ભાગ લેશે, એક ટીમ અમદાવાદની બને તેવી સંભાવના

    જ્યારે એન્કર તેને કહે છે કે લોકોએ આ વાંચવું જોઈએ તો અખ્તરે કહ્યું કે હા..પછી ત્યાંથી શમલ મશરિક નીકળશે. ત્યારે તમે કાશ્મીર ફતેહ કરશો. તેના પછી ઇંશાઅલ્લાહ આગળ ચાલશે. અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ટિકા કરી રહ્યા છે.

    શમલ મશરિક અરબ દ્વિપના ઉત્તરમાં આવેલ એક ક્ષેત્ર માટે ઉર્દૂ સંદર્ભ છે. ‘ગજવા-એ-હિંદ’નો શબ્દનો ઉપયોગ પાકિસ્તાનમાં કટ્ટરપંથી ઇસ્લામિક પ્રચારકો અને દશકોથી પાક સમર્થિત આતંક સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અખ્તરનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બીજા ક્રિકેટરોને લઈને પણ હંમેશા વિવાદિત નિવેદન આપે છે.
    Published by:Ashish Goyal
    First published: