કોરોના વાયરસને કારણે વધુ એક ક્રિકેટરનું મોત, ઓડિશાના પૂર્વ કેપ્ટનનું નિધન

 • Share this:
  નવી દિલ્લી: ઓડિશાના ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન પ્રશાંત મોહપાત્રાનું કોવિડ-19 ના કારણે બુધવારે ભૂવનેશ્વરની એમ્સમાં નિધન થયુ છે. ભુવનેશ્વર એમ્સના ડોક્ટર એસએન મોહંતી એ જણાવ્યું કે 47 વર્ષીય મોહપાત્રાનું અનેક પ્રયત્નો કરવા છતા સવારે 7.51 કલાકે નિધન થયું છે. પ્રશાંતના પિતા અને રાજ્ય સભાના સાંસદ રઘુનાથ મોહપાત્રાનું કોવિડ-19ના કારણે મે મહિનામાંજ મોત થયુ હતું. પ્રશાંતના ભાઈ જસવંત પણ કોવિડ-19 પોઝિટિવ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

  પહેલી સપ્ટેમ્બર 1993માં જન્મેલા પ્રશાંત લેફ્ટ હેન્ડ બેસ્ટમેન હતા. તેમણે 1990માં બિહાર સામે રણજી ટ્રોફીમાં એન્ટ્રી લીધી હતી. તેમણે દિલિપ ટ્રોફી અને દેવધર ટ્રોફીમાં પૂર્વીય ક્ષેત્રમાંથી મેચ રમ્યા હતા. પ્રશાંતે 45 પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 30.08ની એવરેજથી 2196 રન બનાવ્યા હતા, જેમાં પાંચ સદી અને 11 ફિફ્ટીનો સામવેશ થાય છે. પ્રશાંતે સંન્યાસ લીધા બહાદ બીસીસીઆઇ તેમને મેચ રેફ્રી તરીકે નિયુક્ત કર્યા હતા.

  આ પણ વાંચો: બીસીસીઆઇ પર લાગ્યો પક્ષપાતનો આરોપ, મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે તોડ્યું મૌન

  આ પણ વાંચો: રન લેતી વખતે બેટ્સમેન લપસી પડ્યો તો બોલરે કરી ‘ભદ્દી મજાક’, જુઓ Viral Video

  9 મેના રોજ પ્રશાંતના પિતા અને રાજ્યસભાના સભ્ય રઘુનાથ મહાપત્રનું નિધન થયું. રઘુનાથ મહાપાત્રાનો જન્મ પુરીમાં થયો હતો. મહાપત્રાને 1976 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ પછી, તેમને 2001 માં પદ્મ ભૂષણ અને 2013 માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
  Published by:kuldipsinh barot
  First published: