પત્નીને કોરોનાથી બચાવવા માટે સચિન તેંડુલકરના નામે પૈસા ભેગા કરી રહ્યો છે ન્યૂઝીલેન્ડનો આ ક્રિકેટર

News18 Gujarati
Updated: March 27, 2020, 4:26 PM IST
પત્નીને કોરોનાથી બચાવવા માટે સચિન તેંડુલકરના નામે પૈસા ભેગા કરી રહ્યો છે ન્યૂઝીલેન્ડનો આ ક્રિકેટર
પત્નીને કોરોનાથી બચાવવા માટે સચિનના નામે પૈસા ભેગા કરી રહ્યો છે ન્યૂઝીલેન્ડનો આ ક્રિકેટર

થોડા દિવસો પહેલા તે કામ માટે ન્યૂઝીલેન્ડ આવ્યો હતો અને પછી કોરોના વાયરસના કારણે ફસાઈ ગયો છે

  • Share this:
ક્રાઇસ્ટચર્ચ : કોરોના વાયરસના (Coronavirus)કારણે આવેલા સંકટ વચ્ચે બધા દેશોમાં લોકોને ઘરોમાં સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. જોકે ન્યૂઝીલેન્ડના (New Zealand)પૂર્વ ફાસ્ટ બોલર ઇયાન ઓ બ્રાયન સામે સમસ્યા એ છે કે તે પોતાની પત્નીથી દૂર છે અને ઇચ્છા હોવા છતા તેની પાસે પરત ફરી શકતો નથી. ઓ બ્રાયન પરિવાર સાથે બ્રિટનમાં રહે છે. થોડા દિવસો પહેલા તે કામ માટે ન્યૂઝીલેન્ડ આવ્યો હતો અને પછી કોરોના વાયરસના કારણે ફસાઈ ગયો છે. હવે તેણે પાછા ફરવાની ટિકિટ માટે લોકો પાસે પૈસા માંગવા પડી રહ્યા છે.

ઓ બ્રાયનના (Iain O Brien)પાછા ફરવાની ઉડાન રદ થઈ ગઈ છે અને હવે તેણે ટિકિટના પૈસા ભેગા કરવા માટે સોશિયલ મીડિયા પર વિનંતી કરી છે. તેણે ટ્વિટ કર્યું છે કે બ્રિટન પાછા ફરવા માટે પૈસાનો બંદોબસ્ત કરવાના પ્રયત્નમાં લાગેલો છું જો કોઈ સ્કાઇપ કે વીડિયો કોલ પર ક્રિકેટ, રાજનીતિ, સચિન તેંડુલકર, માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા માંગે છે અને થોડાક ડોલર આપી શકે તો હું તૈયાર છું.

આ પણ વાંચો - કોરોના : 800 કરોડની વાર્ષિક કમાણી કરનાર ધોનીએ દાનમાં આપ્યા 1 લાખ રુપિયા, પ્રશંસકો ભડક્યા

ન્યૂઝીલેન્ડનો પૂર્વ ફાસ્ટ બોલર ઓ બ્રાયન પોતાની પત્ની રોજી અને બે બાળકો સાથે બ્રિટનમાં રહે છે. ચિંતા એટલા માટે વધારે છે કે કારણ કે તેની પત્નીને ફેફસાનું ઇન્ફેક્શન છે. 43 વર્ષના ઇયાન ઓ બ્રાયને કહ્યું હતું કે મને મારી પત્નીના જીવની ચિંતા છે. કારણ કે તેના ફેફસામાં ઇન્ફેક્શન છે. આ વાયરસ તેને મારી શકે છે. મારી પત્ની સાથે મારા બે બાળકો અને રોજીની મા છે, જે 80 વર્ષના છે.

ઓ બ્રાયન ન્યૂઝીલેન્ડ તરફથી 22 ટેસ્ટ મેચ રમ્યો છે. જ્યારે તેણે 10 વન-ડે અને 4 ટી-20 મુકાબલામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં બ્રાયનના નામે 73 વિકેટ છે.
First published: March 27, 2020, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading