Home /News /sport /

આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યો પોતે ‘ગે’ હોવાનો ચોંકાવનારો ખુલાસો

આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યો પોતે ‘ગે’ હોવાનો ચોંકાવનારો ખુલાસો

હિથ ડેવિસની ઉંમર 50 વર્ષથી વધુ છે અને તેણે હવે આ વાત જાહેર કરી છે. તે એક ફાસ્ટ બોલર હતો, જેણે ન્યૂઝીલેન્ડ માટે 5 ટેસ્ટ અને 11 વન-ડે મેચ રમી હતી

Gay Cricketer Heath Davis : ક્રિકેટ જગતમાં ઘણી મહિલા ખેલાડીઓએ જાહેર કર્યું છે કે તેઓ સમલૈંગિક છે. આ વાતને એ લોકોએ જાહેરમાં સ્વીકારી છે. પરંતુ પુરુષ ક્રિકેટરોમાં આ વાત સામાન્ય નથી

Gay Cricketer Heath Davis : પુરુષોના ક્રિકેટમાં સમલૈંગિકતા (Homosexuality)ની વાત જાહેરમાં સ્વીકારવી એ સામાન્ય બાબત નથી. જ્યારે ઘણી મહિલા ક્રિકેટર ખુલાસો કરી ચૂકી છે કે તે સમલૈંગિક છે. આ વાત એ લોકોએ જાહેરમાં સ્વીકારી છે. પરંતુ હવે ક્રિકેટ જગતમાં બીજા એક પુરુષ ખેલાડીએ આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. હવે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર હિથ ડેવિસે (Heath Davis)આ વાતનો ખુલાસો કર્યો છે.

ક્રિકેટ જગતમાં ઘણી મહિલા ખેલાડીઓએ જાહેર કર્યું છે કે તેઓ સમલૈંગિક છે. આ વાતને એ લોકોએ જાહેરમાં સ્વીકારી છે. પરંતુ પુરુષ ક્રિકેટરોમાં આ વાત સામાન્ય નથી. સાર્વજનિક રીતે સ્વીકારવાની વાત આવે તો અત્યાર સુધી માત્ર બે જ ક્રિકેટરે આ રીતનો ખુલાસો કર્યો છે.

સૌથી પહેલા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વિકેટ કીપર સ્ટીવન ડેવાઇસ (Steven Davies) હતા, જેમણે 2011ની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે તે ‘ગે’ એટલે કે સમલૈંગિક છે. આ રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટરમાં તે પહેલો પુરુષ બન્યો હતો. જેણે આ રીતે જાહેરમાં પોતાના ગે હોવાની વાત સ્વીકારી હતી.

આ પણ વાંચો - શું મેન વર્સિસ વાઇલ્ડ માં જોવા મળશે વિરાટ કોહલી? બેયર ગ્રિલ્સે કહી આવી વાત

ન્યૂઝીલેન્ડનો પહેલો ક્રિકેટર છે હિથ

પરંતુ હવે આ લિસ્ટ લાંબુ થતું હોવાનું જણાય છે. ન્યૂઝીલેન્ડના એક પૂર્વ ક્રિકેટરે પણ આ રીતનો ખુલાસો કર્યો છે. આ ક્રિકેટર નું નામ હિથ ડેવિસ (Heath Davis) છે. આ રીતે તો પુરુષોમાં બીજો ઇન્ટરનેશનલ ક્રિકેટર બની ગયો છે, જેણે જાહેરમાં પોતાના ગે હોવાની વાતને સ્વીકારી છે. તેમજ તે ન્યૂઝીલેન્ડનો પહેલો ગે ક્રિકેટર છે.

હિથ ડેવિસની ઉંમર 50 વર્ષથી વધુ છે અને તેણે હવે આ વાત જાહેર કરી છે. તે એક ફાસ્ટ બોલર હતો, જેણે ન્યૂઝીલેન્ડ માટે 5 ટેસ્ટ અને 11 વન-ડે મેચ રમી હતી. જે 1994થી 1997ની વચ્ચે રમ્યો હતો. તેનો ઘરેલુ ક્રિકેટમાં પણ ખૂબ શાનદાર દેખાવ રહ્યો હતો.

‘બધા જાણતા હતા કે હું સમલૈંગિક છું’

તે અત્યારે ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેણે એક ઓનલાઇન મેગેઝીન ‘ધ સ્પિનઑફ’ને જણાવ્યું હતું કે “મને લાગતું હતું કે આ મારા જીવનનો જ માત્ર ભાગ છે અને હું તને છુપાવી રહ્યો હતો. તેમાં ઘણી બાબતો હતી. જેને હું મારા જીવનમાં બસ થોડું અલગ રાખવા ચાહતો હતો. હું એકલો હતો અને હું એને દબાવી રહ્યો હતો. પણ હું સમલૈંગિક જીવન જીવી રહ્યો હતો નહીં.

હિથે કહ્યું હતું કે મને લાગ્યું કે મારે મારા જીવનની આ બાજુ વિશે પણ મારે લોકોને જાણવાની જરૂર છે જેને હું છુપાવી રહ્યો છું. ઓકલેન્ડમાં દરેક વ્યક્તિ આ વાતને જાણતી હતી કે હું સમલૈંગિક છું, મારી ટીમમાં પણ લોકો જાણતા હતા. પરંતુ આ કોઈ ખૂબ મોટો મુદ્દો હતો નહીં. હું પોતાને ખૂબ આઝાદ અનુભવતો હતો.

હિથ ડેવિસે કહ્યું કે જ્યારે 1997માં તે ઘરેલું ક્રિકેટ રમવા માટે તેના વતનથી ઓકલેન્ડ આવ્યો હતો, તે પછી તેના જીવનમાં ઘણા પ્રકારના સુધારા આવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:

Tags: Cricket News Gujarati, Sports news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन