આરોપ : દહેજ માટે પૂર્વ ભારતીય મહિલા કેપ્ટનની તેના પતિએ પિટાઇ કરી, ભારતને અપાવ્યા છે 3 ટાઇટલ

News18 Gujarati
Updated: February 20, 2020, 8:58 PM IST
આરોપ : દહેજ માટે પૂર્વ ભારતીય મહિલા કેપ્ટનની તેના પતિએ પિટાઇ કરી, ભારતને અપાવ્યા છે 3 ટાઇટલ
દહેજ માટે પૂર્વ ભારતીય મહિલા કેપ્ટનની તેના પતિએ પિટાઇ કરી!

2007માં આવેલી બોલિવુડની સુપરહિટ ફિલ્મ ચક દે ઇન્ડિયા તેની આગેવાનીમાં ભારતને મળેલ જીતથી પ્રેરિત હતી

  • Share this:
ઇમ્ફાલ : અર્જુન એવોર્ડ વિજેતા અને ભારતની પૂર્વ મહિલા હોકી કેપ્ટન વાઇખોમ સુરજ લતા દેવી(Suraj Lata Devi)એ પોતાના પતિ સામે ઘરેલું હિંસા, શારીરિક ઉત્પીડન અને માનસિક પ્રતાડનાની ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે દહેજ માટે તેના પતિએ તેને ખરાબ રીતે માર માર્યો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં સુરજ લતા દેવીએ કહ્યું હતું કે 2005માં લગ્ન પછી દહેજ માટે તેનો પતિ સતત પ્રતાડિત કરી રહ્યો હતો. તેના પતિ અને વેસ્ટર્ન રેલવે મુંબઈના પૂર્વ કર્મચારી સાંતા કુમારે (Santa Kumar) તેને બાંધી હતી અને લગભગ ત્રણ કલાક સુધી બેરહેમીથી પિટાઇ કરી હતી.

પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું હતું કે જ્યારે તે લગ્ન પછી પોતાના મેડલ અને ફોટો લઈને આવી તો સાંતા કુમારે કહ્યું હતું કે આનો શું ફાયદો. પતિએ તેની ઉપર અનૈતિક આચરણના કારણે અર્જુન એવોર્ડ જીતવાનો પણ આરોપ લગાવ્યો હતો. બે બાળકોની માતા સુરજ લતાએ કહ્યું હતું કે નવેમ્બર 2019માં કપૂરથલામાં નશામાં ધૂત થઈને જ્યારે તેના પતિએ કથિત રીતે તેની પિટાઇ કરી તો ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબમાં કપૂરથલામાં રેલ કોચ ફેક્ટરી દ્વારા આયોજીત ટૂર્નામેન્ટમાં મેચ અધિકારી હતી.

આ પણ વાંચો - પંજાબ : ભારતીય હોકી અને વોલીબોલ ખેલાડીઓની ગોળી મારીને હત્યા

પૂર્વ ભારતીય કેપ્ટને આરોપ લગાવ્યો છે કે તેની પાસે જમીનની માંગણી કરવામાં આવી રહી છે. આ માંગણી ગત વર્ષે નવેમ્બરથી શરુ કરી હતી. મારા પતિએ મને વેસ્ટર્ન રેલવેથી પોતાની ઇચ્છાથી કાર્યાલય અધિક્ષકના પદથી નિવૃત્તિ લેવા માટે પણ કહ્યું છે. મારો પતિનું ઉત્પીડન એ વિશ્વાસથી સહન કરી રહી હતી કે તેનો વ્યવહાર એક દિવસ બદલાશે. હું ક્યારેય આ મામલાને સાર્વજનિક કરવા માંગતી ન હતી. જોકે કોઈપણ વાતને સહન અને બર્દાસ્ત કરવાની એક સીમા હોય છે.

સુરજ લતાની કેપ્ટનશિપમાં ભારતે ત્રણ વર્ષ સુધી મોટા ટાઇટલ જીત્યા હતા. તેની કેપ્ટનશિપમાં 2002માં કોમનવેલ્થ ગેમ્સ, 2003માં એફ્રો એશિયન ખેલ અને 2004માં હોકી એશિયા કપ જીત્યો હતો. 2007માં આવેલી બોલિવુડની સુપરહિટ ફિલ્મ ચક દે ઇન્ડિયા ભારતના 2002ના કોમનવેલ્થ ગેમ્સની જીતથી પ્રેરિત હતી.
First published: February 20, 2020, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading