Home /News /sport /ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ દિગ્ગજે ડેવિડ મલાનની કરી પ્રશંસા, વિરાટ-બાબર કરતા શ્રેષ્ઠ ગણાવ્યો

ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ દિગ્ગજે ડેવિડ મલાનની કરી પ્રશંસા, વિરાટ-બાબર કરતા શ્રેષ્ઠ ગણાવ્યો

વિરાટ કોહલી-બાબર આઝમ (ફાઇલ ફોટો)

Dawid Malan Virat Kohli and Babar Azam:  ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી માઈકલ હસીએ બધાની સામે એક ખેલાડીનું નામ રજૂ કર્યું છે અને તેને રેકોર્ડના મામલે વિરાટ કોહલી અને બાબર આઝમ કરતા પણ શ્રેષ્ઠ ગણાવ્યો છે. આ ખેલાડી છે ઈંગ્લેન્ડનો સ્ટાર ડેવિડ મલાન. માઈકલ હસીએ કહ્યું કે, માલન ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડી છે. કોહલી અને બાબરનું પણ આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

વધુ જુઓ ...
Dawid Malan Virat Kohli and Babar Azam:  ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી માઈકલ હસીએ બધાની સામે એક ખેલાડીનું નામ રજૂ કર્યું છે અને તેને રેકોર્ડના મામલે વિરાટ કોહલી અને બાબર આઝમ કરતા પણ શ્રેષ્ઠ ગણાવ્યો છે. આ ખેલાડી છે ઈંગ્લેન્ડનો સ્ટાર ડેવિડ મલાન. માઈકલ હસીએ કહ્યું કે, માલન ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડી છે. કોહલી અને બાબરનું પણ આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ સમયે ક્રિકેટ જગતમાં ફેવરિટ-4 ખેલાડીઓની સૌથી વધુ ચર્ચા છે. આ ખેલાડી છે વિરાટ કોહલી, પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ, ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્ટીવ સ્મિથ. પરંતુ આમાં પણ કોહલી અને બાબર મોખરે છે.

આ પણ વાંચો : VIDEO: T20 વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યા વિરાટ કોહલી પાસેથી બેટિંગ ટિપ્સ લેતો જોવા મળ્યો, વાતચીતનો વીડિયો થયો વાયરલ

બાબર અને કોહલીને વર્તમાન સમયના સ્ટાર ખેલાડી માનવામાં આવે છે અને દરેક તેમની સરખામણી કરતા જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ માઈકલ હસીએ એક નવું નામ રજૂ કર્યું છે. આ ખેલાડી છે ઈંગ્લેન્ડનો સ્ટાર ડેવિડ મલાન.

આ રેકોર્ડમાં મલાન કોહલી-બાબર કરતાં આગળ
હસીએ મલાનની જોરદાર પ્રશંસા કરી અને આ સમય દરમિયાન રેકોર્ડની બાબતમાં મલાનને કોહલી અને બાબરમાંથી સર્વશ્રેષ્ઠ ગણાવ્યો. જો કે હસીએ ટાંકેલ રેકોર્ડ પણ સાચો છે. માઈકલ હસીએ કહ્યું કે, મલાન T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડી છે. કોહલી અને બાબરનું પણ આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જોકે આ પણ સાચું છે.

માલાને 24 ઇનિંગ્સ રમીને T20 ઇન્ટરનેશનલમાં એક હજાર રન પૂરા કર્યા. તેમના સમકક્ષ ચેક રિપબ્લિકના સબવુન ડેવીજી છે. T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1000 રન બનાવવા માટે મલાન અને ડેવીજી સંયુક્ત રીતે ટોચનું સ્થાન ધરાવે છે. જ્યારે બાબર આઝમ 26 ઇનિંગ્સમાં અને કોહલી 27 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવીને ત્રીજા અને ચોથા નંબર પર છે.

વાસ્તવમાં, મલાને હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે તેની કારકિર્દીની 50મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમિયાન હસીએ તેને ખાસ કેપ પણ આપી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ માલનની પ્રશંસા કરી અને તેની યોગ્યતાઓ અને રેકોર્ડ પણ ગણાવ્યા.



માઈકલ હસીએ મલાનની પ્રશંસા કરી

હસીએ કહ્યું, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનમાં ક્યારેક મને કોઈ અંગ્રેજ ક્રિકેટરને કેપ સોંપવાની તક મળશે. ઈંગ્લેન્ડ માટે 50મી મેચ રમવા બદલ મલાનને અભિનંદન. તમે તમારી કારકિર્દીમાં ઘણું હાંસલ કર્યું છે. ઈંગ્લેન્ડ માટે 4માંથી એક સદી પણ તમારી છે. તમે એલેક્સ હેલ્સ પછી T20 ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડ માટે બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો છે. તમે T20 રેન્કિંગમાં નંબર 1 ખેલાડી છો. તમે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1000 રન બનાવ્યા, જે વિરાટ કોહલી અને બાબર આઝમ કરતા પણ સારા છે.
First published:

Tags: Babar Azam Cricket, Virat kohali