Home /News /sport /

Match fixing : ક્રિકેટરના ખુલાસાએ મચાવી સનસની, મેચ ફિક્સ કરવા માટે કરાઇ હતી લાખો રૂપિયાની ઓફર

Match fixing : ક્રિકેટરના ખુલાસાએ મચાવી સનસની, મેચ ફિક્સ કરવા માટે કરાઇ હતી લાખો રૂપિયાની ઓફર

પૂર્વ ક્રિકેટરનો આરોપ તેને મેચ ફિક્સ કરવા માટે મળી હતી 40 લાખની ઓફર

Match Fixing in Cricket : આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ (Punjab Kings), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા રાજગોપાલ સતીષે (Rajagopal Satish)એક ખુલાસા સાથે ભારતીય ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે.

    Match fixing : ભારતમાં ક્રિકેટ પ્રેમની વિશ્વભરમાં મિસાલ આપવામાં આવે છે. ક્રિકેટ (Cricket) રમતથી સાથે દેશમાં ક્રિકેટર્સને પણ ફેન્સ અઢળક પ્રેમ અને સન્માન આપે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે આઇપીએલ (IPL). પરંતુ ભારતીય ક્રિકેટ (Indian Cricket)ના ઇતિહાસમાં અનેક વખત મેચ ફિક્સિંગ (Match Fixing)નો કાદવ પણ ઉછળ્યો છે. મેચ ફિક્સિંગની સાજીશમાં સામેલ અનેક દિગ્ગજ ખેલાડીઓના કરિયર પર પૂર્ણ વિરામ લાગી ગયુ છે. આવા અહેવાલોએ ઘણી વખત ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા ફેલાવી છે. આવી જ અરેરાટી ફરી એક દિગ્ગજ ક્રિકેટરે કરેલા ખુલાસાથી રમતજગતમાં ફેલાઇ છે.

    મેચ ફિક્સ કરવા મળી રૂ.40 લાખની ઓફર

    આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ (Punjab Kings), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા રાજગોપાલ સતીષે (Rajagopal Satish)એક ખુલાસા સાથે ભારતીય ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. તેણે દાવો કર્યો કે તેને ફિક્સિંગ માટે ઓફર કરવામાં આવી હતી. આ કામ માટે તેમની સામે લાખો રૂપિયાની ઓફર કરાઇ હતી. પૂર્વ IPL અને રણજી ટ્રોફી ખેલાડી સતીષે આરોપ લગાવ્યો છે કે તેને મેચ ફિક્સિંગ માટે 40 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ અંગે બેંગ્લોર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો : Virat Kohli Captaincy: વિરાટ કોહલીનો અનુગામી કોણ? રોહિત શર્માથી લઈ જસપ્રીત બુમરાહ સુધી આ છે ઓપ્શન

    ટૂર્નામેન્ટમાં મેચ ફિક્સિંગ માટે ઓફર મળી હતી

    તમિલનાડુના સતીષ પોતાના રાજ્ય ઉપરાંત ઘરેલૂ ક્રિકેટમાં આસામનું પણ નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ વિવાદિત ઇન્ડિયન ક્રિકેટ લીગ પણ રમી ચૂક્યા છે. જોકે, બીસીસીઆઇની મંજૂરી બાદ તેઓ ભારતીય ક્રિકેટમાં પરત ફર્યા હતા. 41 વર્ષના સતીષ હવે તમિલાડુ પ્રીમિયર લીગમાં ચેપોક સુપર તરફથી રમે છે. કહેવાય છે કે, તેમને આ ટૂર્નામેન્ટમાં મેચ ફિક્સિંગ માટે ઓફર મળી હતી.

    આ પણ વાંચો : Team india Test Captain: 'પંત-રાહુલ હજુ તૈયાર નથી, આ બેમાંથી એકને કેપ્ટન બનાવો,' પૂર્વ સિલેક્ટરનું નિવેદન

    પોલીસ કરી રહી છે તપાસ

    પોલીસ પહેલા તેમણે બીસીસીઆઇ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે આસીસીને પણ જાણ કરી હતી. પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ અંગે એક સ્પેશ્યલ ટીમને જાણકારી આપવામાં આવી છે. પોલીસને શંકા છે કે બની આનંદ નામનો આરોપી બેંગલુરૂમાં છે.

    3 જાન્યુઆરીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર, આનંદે સતીશને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો અને તેણે ફિક્સિંગ માટે 40 લાખ રૂપિયાની ઑફર કરી હતી. આનંદે જણાવ્યું કે 2 ખેલાડી પહેલા જ આ ઓફર સ્વીકારી ચૂક્યા છે. પૂર્વ રણજી ખેલાડીએ આ ઓફર ઠુકરાવી દીધી હતી.
    First published:

    Tags: Match fixing, ક્રિકેટ

    આગામી સમાચાર