આમ્રપાલી ગ્રુપની વિરુદ્ધ ધોની પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, લગાવ્યા આ આરોપ

News18 Gujarati
Updated: April 28, 2019, 11:08 AM IST
આમ્રપાલી ગ્રુપની વિરુદ્ધ ધોની પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, લગાવ્યા આ આરોપ
મહેન્દ્ર સિંહ ધોનીએ 2009થી 2016 સુધી આમ્રપાલી ગ્રુપનો પ્રચાર કર્યો હતો

મહેન્દ્ર સિંહ ધોનીએ 2009થી 2016 સુધી આમ્રપાલી ગ્રુપનો પ્રચાર કર્યો હતો

  • Share this:
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આમ્રપાલી ગ્રપ દ્વારા પેન્ટહાઉસ ન આપવા અને કંપની દ્વારા દેવાદારોની યાદીમાં તેમનું નામ સામે કરવાને લઈ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. ધોનીએ પોતાની પિટિશનમાં લખ્યું છે કે રાંચી સ્થિત આમ્રપાલી સફારીમાં એક પેન્ટહાઉસ બુક કરાવ્યું હતું. તેની સાથે આમ્રપાલી ગ્રુપે તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાને 2007 ટી20 અને 2011 વર્લ્ડ કપ જીતાડનારા દિગ્ગજ કેપ્ટન ધોનીએ કહ્યું કે, કંપનીએ તેમને છેતર્યા છે અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જે બાકી રકમ હતી, તેની પણ ચૂકવણી નથી કરી.

આપને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ 2009થી 2016 સુધી આમ્રપાલી ગ્રુપનો પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેઓ આ ગ્રપની અનેક જાહેરાતોમાં જોવા મળ્યા હતા.

ધોનીને 40 કરોડ લેવાના બાકી

અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ આમ્રપાલી કંપની પર ધોનીના 40 કરોડ રૂપિયા પણ બાકી છે. આ કંપનીની સાથે પાંચ વર્ષ સુધી બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે. આ ઉપરાંત, ધોનીની સાતે તેમની પત્ની સાક્ષી પણ કંપનીની ચેરિટેબલ વિંગનો હિસ્સો રહી છે.આ પણ વાંચો, PM મોદીની અપીલ છતાંય વિરાટ કોહલી નહીં કરી શકે વોટિંગ, આ છે કારણ

આ કારણે આમ્રપાલ ગ્રુપનો છોડ્યો હતો સાથ

આમ્રપાલી ગ્રુપે રિયલ એસ્ટેટમાં સારું એવું સ્થાન મેળવી લીધું હતું, પરંતુ નાઇડામાં હજારો લોકોને સમયસર ફ્લેટ ન આપ્યા બાદ તે વિવાદમાં આવી ગયું હતું. જ્યારે આ ઘટના બાદ તમામ ક્રિકેટપ્રેમીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધોનીને તેમના ફ્લેટ અપાવવા કે પછી ગ્રુપ છોડવાની અપીલ કરી હતી. ત્યારબાદ ધોનીએ આ ગ્રુપનો સાથ છોડવાની જાહેરાત કરી હતી.
First published: April 28, 2019, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading